ભારતે સુપરસોનિક મિસાઈલ આકાશનું કર્યું પરીક્ષણ

નવી દિલ્હી : ભારત મંગળવારે જમીનથી હવામાં સુપરસોનિક મિસાઈલ આકાશનું સફળતાપૂર્વક  પરીક્ષણ કર્યું છે. યુએવી “બંશી” ને નિશાન બનાવવા માટે ચંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઇટીઆર) લોન્ચ કોમ્પલેક્ષ -૩ ના આ આધુનિક સ્વદેશી મિસાઈલને રિલિઝ કર્યું હતું.જમીન પરથી હવામાં વપરાતી આ સૌપ્રથમ સ્વદેશી સુપરસોનિક મિસાઈલ છે, જે લશ્કરમાં ઓછી રેન્જ મિસાઈલ તરીકે સામેલ છે. આકાશને સંપૂર્ણ રીતે ભારતમાં બનાવવામાં આવ્યું છે.ટેસ્ટ દરમિયાન મિસાઈલને  ચાંદીપુર પાસે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી ટાર્ગેટ કરવામાં આવ્યું છે. તેણે એક પાયલટ વગરના પ્લેન પર નિશાન લગાવ્યું હતું.સંરક્ષણ સ્ત્રોતોએ જણાવ્યું હતું કે આ સફળ અજમાયશ દ્વારા, ભારતે જમીનથી હવામાં માર કરનાર કોઈપણ પ્રકારની મિસાઈલ બનાવવાની ક્ષમતા મેળવી લીધી છે.ઓફિશિયલ સ્ટેટમેન્ટ પ્રમાણે રડાર સહિતરડાર સહિત ઘણાં ઈક્વિપમેન્ટ્‌સથી મિસાઈલની ડિરેક્શન પર નજર રાખી શકાય છે.આકાશની સ્ટ્રાઈક રેન્જ આશરે ૨૫ કિ.મી. છે, જે ૫૫ કિલોગ્રામ શસ્ત્રો લઈ શકે છે. કોઈ પણ સિઝનમાં આ મિસાઈલથી ટાર્ગેટ કરી શકાય છે. લો, મીડિયમ અને હાર્ડ એલ્ટીટ્યૂડ (ઉંચાઈ) પર ટાર્ગેટ કરી શકાય છે.આકાશને આર્મીમાં જમીનથી હવામાં મારવાવાળી શોર્ટ રેન્જ મિસાઈલ તરીકે સામેલ કરવામાં આવશે.