ભારતીય સીમામાં ચીનની નાપાક ઘૂસપેઠ

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ચીન સતત મિત્રતાનો દાવો કરે છે પરંતુ તેમનું વર્તન અલગ જ હોય છે.
આઈટીપીબી દ્વારા આપવામાં આવેલાં એક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં ત્રણ વાર ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે.
ચીને ઉત્તરાખંડના બારાહોતીમાં ૬ ઓગસ્ટ, ૧૪ ઓગસ્ટ અને ૧૫ ઓગસ્ટના રોજ ઘૂસણખોરી કરી હતી. આ દરમિયાન ચીનની સેના ઁન્છના સૈનિકો અને અમુક સ્થાનિક નાગરિકો બારાહોતીની રિમખીમ પોસ્ટ નજીક જોવા મળ્યા હતા.રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચીની સૈનિકો અંદાજે ૪ કિમી સુધી ભારતીય સીમાની અંદર ઘૂસી આવ્યા હતા. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જ્યારે ૧૫ ઓગસ્ટે
આપણો દેશ આઝાદીની ઉજવણી કરતો હતો ત્યારે ચીની સૈનિક ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહ્યા હતા.