ભારતમાં પાયલટ વગરનું ફાઈટર પ્લેન થશે તૈયાર : ૨૦૧૯માં પરીક્ષણ

નવી દિલ્હીઃ ભારતનું સૌથી પહેલું પાયલટ વગરનું ફાઈટર પ્લેન તૈયાર થવાની અણી પર છે. ઘાતક નામનો આ પ્રોજેક્ટ લગભગ એક દશકાથી ચાલી રહ્યો છે. તેનો પ્રોટોટાઈપ સ્વિફટ તૈયાર થવાના લાસ્ટ સ્ટેજમાં છે. ડીઆરડીઓના સૂત્રોએ જણાવ્યું કે માર્ચ ૨૦૧૯ સુધીમાં તેની પહેલી ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવશે. જે બાદ વિમાનનું પ્રોડકશનને લઈને કામ શરૂ થશે.આ પ્રોજેક્ટ પર ડિફેન્સ રિસર્ચ એન્ડ
ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી મળીને કામ કરી રહ્યાં છે. આ ફાઈટર પ્લેન સંપૂર્ણ રીતે દેશમાં જ તૈયાર કરવામાં આવી રહ્યું છે.