ભારતની સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણ આપવાની હિલચાલ?

કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ માનવ સંશાધન મંત્રાલયને કર્યુ સૂચન

નવી દિલ્હી : કેંદ્રીય પ્રધાન મેનકા ગાંધીએ શાળાના અભ્યાસક્રમમાં તમામ ધર્મના પુસ્તકોનો સમાવેશ કરવા અને નૈતિક મૂલ્યોના પાઠ ભણાવવા માટે માનવ સંસાધન મંત્રાલયને સૂચન કર્યું છે.
‘સેન્ટ્રલ અડ્‌વાઇઝરિ બોર્ડ ઑફ એજ્યુકેશન’ની ૬૫મી બેઠકમાં આ સૂચન કર્યું હતું. આ બેઠક જાન્યુઆરી ૧૫ અને ૧૬ ના રોજ યોજાઈ હતી.આ સૂચન કરવા પાછળ તેમનો તર્ક એવો હતો કે આમ કરવાથી વિદ્યાર્થીઓમાં ધાર્મિક સહિષ્ણુતા વધશે.
જેમાં ઓડિશાના શિક્ષણ મંત્રી બદ્રી નારાયણે પણ ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિને પ્રોત્સાહિત કરવા માટે અભ્યાસક્રમ બદલવા બેઠકમાં સલાહ આપી હતી.શિક્ષણના ક્ષેત્ર અંગેની બાબતોમાં નિર્ણય લેવાની સત્તા ધરાવતી આ સર્વોચ્ચ સંસ્થા છે.
બેઠકમાં એક અન્ય સૂચન એવું પણ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં હાજરી પુરાવતી વખતે ‘યસ સર કે યસ મેડમ‘ની જગ્યાએ ‘જય હિંદ’ બોલવામાં આવવું જોઈએ.