ભાજ૫નેે જ મળશે સરકાર બનાવવાનું ઈજન

કોંગ્રેસ-જેડીએસના ૧ર-એક અપક્ષ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા

કોંગ્રેસની વિદ્યાયક દળની બેઠકમાં ૭૮માંથી ૬૬ સભ્યો જ રહ્યા હાજર..બાર ધારાસભ્યો કયાં ગયા? જેડીએસના પણ બે ધારાસભ્યોપણ બેઠકમાં રહ્યા ગેરહાજર

નવી દિલ્હી : કર્ણાટકમાં સરકાર ગઠનને માટે ભાજપ વધુ નજીક આવી રહી હોય તેવી ગોઠવણીઓ કરી લેવાઈ હોવાના સંકેત સામે આવી રહ્ય છે. એકતરફ યેદીયુરપ્પાએ સરકાર ગઠનન દાવો રજુ કરી દીધો છે. કહેવાય છે કે, ભાજપના સંપર્કમાં ૧ર કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો સંપર્કમાં છે એક અપક્ષ ઉમેદવાર પણ ભાજપના સંપર્કમાં છે. અહી નોધવુ ઘટે કે કોંગ્રેસની ચાલી રહેલી બેઠકમાં ૭૮માંથી ૬૬ સભ્યો જ હાજર રહ્યા છે તો વળી જેડીએસના પણ બે ધારાસભ્યો બેઠકમાં હાજર નથી રહ્યા છે. કોંગ્રેસ દ્વરા દાવો કરાયો છે કે બેંગ્લોરથી દુર હોવાથી ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે અને તેઓ ટેલીફોનીક રીતે સંપર્કમાં જ હોવાની વાત છે.