ભાજ૫થી બચાવવાની જવાબદારી શીવકુમારને શીરે

નવી દિલ્હી : કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને મંગળવારે રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ તેમણે મનાઈ કરી દીધી હતી. વળી, રાજકીય ઉલટપલટ વચ્ચે કોંગ્રેસે એક બેઠક બોલાવી હતી અને તેમાં કર્ણાટકમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. વળી, કોંગ્રેસ પોતાના સાંસદોને એકસાથે રાખવાની પણ પૂરી કોશિશ કરી રહ્યુ છે જેથી તેમને ભાજપની પહોંચથી દૂર રાખી શકાય. ડીકે શિવકુમારને અપાઈ જવાબદારી તે વખતે ગુજરાત કોંગ્રેસના સાંસદોને રાખવાની પૂરી જવાબદારી કર્ણાટકના વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે સંભાળી હતી. હવે ભાજપની પહોંચથી દૂર રાખવા માટે કોંગ્રેસ સાંસદોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની જવાબદારી ફરીથી એકવાર શિવકુમારને આપવામાં આવી છે.