ભાજપ સંગઠન-ગુજરાત સરકાર કોરોના સામે તમામ સુવિધાઓ આપવા સજજ

Computer image of a coronavirus

 


અમદાવાદમાં વધુ એક કોવિદ કેર સેન્ટરનો કરાયો આરંભ : ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજાએ યોજી પ્રેસ

અમદાવાદ : આજ રોજ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ યોજી અને કહયુ હતુ કે, રાજય સરકાર કોરોના સામે પુરતી તેયારીઓ સાથે સજજ છે. જરૂરી સાધનો-સ્ટાફ સહિતનાઓને માટે પણ સરકાર સતત સક્રીય છે. આજ રોજ અમદાવાદમાં વધુ એક કોવિદ કેર સેન્ટરની શરૂઆત કરી છે. અમદાવાદમાં નર્સીગ-મેડીકલ અને પેરા મેડીકલ સ્ગાફ અમદાવાદમાં પુરતો મુકાયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ દ્વારા પણ ભાજપના કાર્યકર્તાઓ કોવિદ કેર સેન્ટરમાં મદદરૂપ થાય તેવા આયોજનો પણ કરવામ આવ્યા છે. અમદાવાદમાં આજ રોજ નવુ કોવિદ કેર સેન્ટર તે જ અભિયાન અંતર્ગત કરવામા આવ્યુ હોવાનુ શ્રી જાડેજાએ કહ્યુ હતુ. તેઓએ કહ્યુ કે, રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પણ મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાનને વેગવાન બનાવી રહ્યા છે. અમદાવાદ ખાતે ભાજપ દ્વારા શરૂ કરવામા આવેલા કોવિદ કેર સેન્ટરમાં ર૪ ઓકિસજન બેડ, પ૦ આઈસસોલેશન બેડની વ્યવસ્થા, ત્રણ ડોકટર તથા ર૦ મેડીકલ સ્ટાફ પણ તૈનાત રાખવામા આવ્યા છે. અને આ કોવિદ કેર સેન્ટરમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નહી લેવાય.દરેક ધારાસભ્યો અને સાંસદ સભ્યો, સમાજની સ્વૈચ્છીક સંસ્થાઓનો સંપર્ક કરી અને કેન્દ્ર સરકારની મોટી સંસ્થાઓ હોય તેમની સાથે રહી અને કોવિદ કેર સેન્ટરો ઉભા કર્યા જ છે.