ભાજપ-શિવસેના યુતીમાં ભંગાણ : એનડીએથી અલગ થશે સેના

ર૦૧૯માં વિધાનસભા-લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે : રાષ્ટ્રીય કાર્યકારીણીમાં કરાયો નિર્ણય

આદીત્ય ઠાકરે રાષ્ટ્રીય કાર્યકારીણીના સભ્ય તરીકે ચૂંટાયા : કાર્યકારણીમાં ભાજપ વિરોધની વાત કરવામા આવી

મુંબઈ : ભાજપના વરસો જુના સગાથી એવા શિવસેનાને લઈને આજ રોજ મહત્વપૂર્ણ સમાચાર બહાર આવવા પામી રહયા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રાજે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક યોજવામા આવી હતી અને તેમાં નિર્ણય લેવાયો હતો કે, ર૦૧૯ની લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં શિવસેના ભાજપની સાથે ચૂંટણી નહી લડે એકલા હાથે ચૂંટણીમાં તેઓ ઝંપલાવશે એટલે કહી શકાય કે, શિવસેના અને ભાજપ વચ્ચેના તડા હવે ખુલ્લીને બહાર આવવા પામી ગયા છે. એનડીએથી અલગ થલગ થવાનો નિર્ણય પણ લેવામા આવી ગયો છે. પાકીસ્તાન સહિતના પોલીસી ઈસ્યુ ઉપરાંત બેઠકોની ઠેર ઠેર થયેલી વહેચંતી તથા કેન્દ્રની સત્તામાં ભાગીદારીને લઈને પણ શિવસેના અને ભાજપ તથા મોદી સરકારની વચ્ચે પણ તનાવ સતત સમો આવવા પામતા જ રહ્યા હતા.
નોધનીય છે કે, લોકસભાની ચૂંટણી શિવસેના દ્વારા સ્વતંત્ર રીતે જ લડવામા આવશે તેનો પ્રસ્તાવ સંજય રાઉત દ્વારા રાખવામા આવ્યો હતો જેને સર્વસંમતીથી વધાવાયો હતો. ઉપરાંત આ કાર્યકારીણીમાં ભાજપ વિરોધી વાત થવા પામી હતી. ભાજપ દ્વારા પાછળા ત્રણ વરસમાં શિવસેનાનુંમનોબળ તોડયુ હોવાનુ પણ કહેવામા આવ્યુ હતુ.