ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રદેશ વિભાગના સંયોજકોના નામની કરાઈ જાહેરાત

કચ્છના ૪ લોકોનો વિવિધ વિભાગોની સોંપાઈ જવાબદારી

ભુજ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશ વિભાગના સંયોજકોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નીતિ વિષયક સંશોધન, રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન, રાજકીય પ્રતિસાદ અને પ્રતિક્રિયા વિભાગ સહિતનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કચ્છના ૪ આગેવાનોને વિવિધ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. સુશાસન તેમજ કેન્દ્ર-રાજય સરકારી કાર્યક્રમ સંકલન વિભાગમાં રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાને સંયોજકની જવાબદારી સોંપાઈ છે તેમજ દસ્તાવેજીકરણ વિભાગમાં ભરતભાઈ રામવાણી તો જિલ્લા કાર્યાલય નિર્માણ વિભાગમાં કિરીટભાઈ સોમપુરા અને સહયોગ, આપત્તિ રાહત અને સેવા વિભાગના હિતેશભાઈ ખંડોરને સંયોજકની જવાબદારી સોંપવામાં આપી છે તેવું મિડિયા વિભાગના પ્રદશે કન્વીનર ડો. યજ્ઞેશ દવેની યાદીમાં જણાવાયું છે.