ભાજપ -કોંગ્રેસ -જનવિકલ્પ -આપે ચુંટણીલક્ષી યાત્રાઓ શરૂ કરતાં ચુંટણી માહોલ જામ્યો

ગાંધીનગર : ભાજપ કોંગ્રેસ જનવિકલ્પ આપ દ્વારા ચુંટણીલક્ષી કાર્યક્રમો શરૂ કરતાં જ રાજયમાં ચુંટણીનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે ત્યારે આગામી ચુંટણીમાં ત્રીંપાખીયો જંગ ખેલાશે.ગુજરાત વિધાનસભા ચુંટણી આડે હવે બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવનાર છે તો કોંગ્રેસ દ્વારા વિજય ટંકાર યાત્રા કાઢવામાં આવનાર છે. જયારે નવરચિત જનવિકલ્પને સમર્થન કરનાર શંકરસિંહ રાજયમાં રૂબરૂ સંપર્ક દ્વારા ચુંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે.ભાજપ કોંગ્રેસ જનવિકલ્પ આપ દ્વારા ગુજરાતમાં આગામી ચુંટણીને લઈ વિવિધ ચુંટણીલક્ષી કાર્યક્રમો શરૂ કરતાં જ ગુજરાતમાં ચુંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થતાં ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે.ભાજપ કોંગ્રેસ બંન્ને મુખ્ય પક્ષો આગામી ચુંટણીમાં વિજય મેળવવા માટે એડીચોટીનું જાર લગાવી રહ્યા છે.આગામી ચુંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે જયારે કોંગ્રેસ માટે આગામી ચુંટણી અસ્તીત્વનો જંગ બની રહેનાર હોઈ કોંગ્રેસ આ ચુંટણી જંગ જીતવા માટે જુથવાદને નાથીને એકજુથ ગઈ ચુંટણી મેદાનમાં ઉચરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ કેટલાક એકજુથ થઈને કાર્યકરોને સાથે રાખી ચુંટણી જંગ જીતી શકે છે તે જાવું રહ્યું.બીજી બાજુ ભાજપનું આખુ સંગઠન મજબુતાઈ થી ચુંટણીના કામે લાગી ગયું છે અને વિવિધ ચુંટણી કાર્યક્રમો હાથ ધરી પ્રજાનો સંપર્ક સાધી રહ્યું છે.