ભાજપ કમલમ કાર્યાલય ખાતે સરપંચો સભ્યોનો અભિવાદન કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર : રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચુંટણીમાં વિજય થયેલા ભાજપ સમર્થીત સરપંચો સભ્યોનું આજે ભાજપ કમલમ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ભાજપ કમલમ ખાતે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ચુંટાયેલા સરપંચોનો અભિવાદન સમારોહ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં ચુંટાયેલા ભાજપ સમર્થીત સરપંચો અને સભ્યોના અભિવાદન કરવામાં આવશે. તેમજ ચુંટાયેલા સરપંચો અને સભ્યોને ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચાર મુકત અને સુશાસન આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
સરપંચોના અભિવાદન સમારોહમાં ભાગ લેવા કચ્છ જિલ્લામાંથી પણ ચુંટાયેલા સરપંચો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સુગરીયાના સરપંચ દુધાભાઈ, શકિતસિંહ જાડેજા, હરેશભાઈ ડાંગર, હરેશભાઈ ચાવડા, રમેશ બરાડીયા, રમેશ હુંબલ, ઉપસ્થિત રહ્યા હતા.
સરંપચોના અભિવાદન સમારોહમાં રાજયમંત્રીના સભ્યોનો પણ ઉપસ્થિત રહેવા માટે સુચનાઓ આપવામાં આવી છે.