ભાજપ અબડાસાના પૂર્વ ધારાસભ્યોની આપસી લડાઈના છાંટા અબડાસા તાલુકા પંચાયતના ચેરમેન માટે ચૂંટણી યોજાય તેવી વકી

ભુજ : અબડાસા ભાજપના પૂર્વ ધારાસભ્યોના ગુજગાહ જાહેર છે અને આપસી લડાઈના છાંટા હવે આગામી તા.પં.ની કારોબારી ચેરમેન પદે એક તબક્કે મહેસોજી સોઢાનું નામ નક્કી જ હતું પરંતુ કચ્છ ભાજપના ચાણક્ય ગણાતા આગેવાને હવનમાં ઘી હોમતા સંભવત આ પદે ભાજપના જ બે જુથ વચ્ચે ચૂંટણી યોજાય તેવી નોબત આવી છે.
સુત્રો જણાવે છે કે, ભાજપના પૂર્વ ધારાસભ્યના ગ્રુપના બે ઉમેદવાર ક્ષત્રિય મહેસોજી સોઢા તથા ભાનુશાલી અરજણભાઈ વચ્ચે મુકાબલો થાય તેવા ઉજ્જળા સંજોગો છે. ૧૯ તારીખના નવનિયુક્ત ચેરમેનની વરણી થવાની છે ત્યારે જિલ્લા ભાજપે પ્રદેશકક્ષાએના નામથી કોઈ અન્ય સભ્ય જ ચેરમેન માટે નામ નક્કી કરી લીધો છે તેવા ચોક્કસ સમાચાર મળતા જ ક્ષત્રિય આગેવાનોએ ખાનગી બેઠક યોજીને આગામી રણનીતિ ઘડી કાઢી છે અને ક્ષત્રિયો સમાજના સભ્યોથી જ મહેસોજી સોઢા ચૂંટણીમાં વિજય મેળવે તેવા સમીકરણો રચાયા છે. જો જિલ્લા કે પ્રદેશ કક્ષાએ મહેસોજી સોઢાનું નામ નક્કી નહી થાય તો તા.પં. અબડાસામાં નવા-જુનીના એંધાણ જ સામે આવી રહ્યા છે.