ભાજપ અધ્યક્ષ અમીત શાહ ૪થી નવેમ્બરે ગાંધીધામના પ્રવાસે આવશે

૧પથી વધુ જિલ્લામાં કાર્યકરોને માર્ગદર્શન આપશે

 

ગાંધીનગર ઃ ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર થતાં જ રાજયમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ ચુંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસોનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ૪થી નવેમ્બરથી પાંચ દિવસ ગુજરાત પ્રવાસ દરમ્યાન ૧૪થી વધુ જીલ્લામાં પ્રવાસ કરી જિલ્લા તાલુકાના આગેવાનો સાથે બેઠક કરી ચુંટણી અંગે માર્ગદર્શન આપશે અને સભાઅલ સંબોધશે. ૪થીએ તેઓ કચ્છના ગાંધીધામ કાર્યકરોના સંમેલનમાં હાજરી આપશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગુજરાતમાં આગામી ૪થી નવેમ્બરે કચ્છના ગાંધીધામ ખાતેથી પોતાનો પ્રવાસ શરૂ કરશે.
આગામી વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષીને ભાજપાના પ્રદેશ સંગઠનના કાર્યકરો તથા હોદેદારો સાથે જીવંત સંપર્ક અને વૈચારિક આદાન પ્રદાન દ્વારા ૧પ૦ના લક્ષ્યાંકને સિધ્ધ કરવા સૌને ઉત્સાહપૂર્વક તાકાતથી કામે લાગી જવા રાષ્ટ્રીય અધ્યક્ષ માર્ગદર્શન આપશે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર થતાં ભાજપ દ્વારા ચુંટણી પ્રચારને વેગીલો બનાવી દીધો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમના પાંચ દિવસના ગુજરાત પ્રવાસ દરમ્યાન તેઓ પ્રથમ તબકકામાં જે વિધાનસભા બેઠકોની ચુંટણી યોજાનાર છે તે જિલ્લાઓનો પ્રવાસ કરીને આ જિલ્લાઓમાં ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરશે અને ભાજપના કાર્યકરોને આગામી ચુંટણીમાં ૧પ૦ +ના ભાજપના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે ચુંટણી કામે લાગી જવા માટે આહવાન કરીને કાર્યકરોને માર્ગદર્શન આપશે.