ભાજપને મત એટલે વિકાસને વેગ

ગાંધીધામમાં વોર્ડ નં. ૧ ખાતે માલતીબેન મહેશ્વરીના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન : પૂર્વ નગરસેવક સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા

ગાંધીધામ : ગુજરાતમાં ભાજપના વિકાસ-રાષ્ટ્રવાદને ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે ત્યારે ગાંધીધામમાં પણ ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને ઠેર ઠેરથી પ્રતિસાદ મળવા પામી રહ્યો છે. તાજેતરમાં જ શહેરના વોર્ડ ન. ૧માં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામા આવ્યુ હતુ અને તેમાં આદીપુરના ઈન્ચાર્જ તારાચંદ ચંદનાની, સહ ઈન્ચાર્જ મનોજ મુલચંદાણી, મહેશ ગઢવીની આગેવાનીમાં ગોપાલભાઈ આહીર પૂર્વ નગરસેવક તથા વેલજીભાઈ રામજીભાઈ આહીર, અશોકભાઈ રાવલ, નારાયણભાઈ લોચા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા