ભાજપની વિકાસ નીતિથી રાજ્યમાં દરરોજ દિવાળી : પંકજભાઈ મહેતા

રાપર ધારાસભ્ય દ્વારા યોજાયું નૂતનવર્ષ સ્નેહમિલન : ખુબજ મોટી સંખ્યામાં આગેવાનો – કાર્યકરોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓની કરી આપ-લે : નવનિયુક્ત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાલીનું કરાયું ભવ્ય સન્માન

રાપર : ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં શરૂ કરાયેલ વિકાસ યાત્રા વર્તમાને પણ વણથંભી આગળ ધપી રહી છે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા દરરોજ કરોડોના વિકાસ કામોને મંજુરી આપવામાં આવતી હોઈ ભાજપની વિકાસ નીતિથી રાજ્યમાં દરરોજ દિવાળીનો માહોલ હોય છે તેવું રાપર ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું.
રાપર વિધાનસભા મત વિસ્તારના નૂતન વર્ષ નિમિતે રાપર શહેરના એકતાનગર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાપર ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ રાપર મત વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા થયેલ વિકાસ કાર્યોની વિગતો આપી કહ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રાપર મત વિસ્તારમાં વિકાસ કામોની હારમાળા સર્જી દેવામાં આવી છે. મત વિસ્તારના છેવાડાના વિસ્તારો સુધી વિકાસના વાયરા ફુંકાય તે ભાજપ સરકાર કટિબદ્ધ છે. આ વિકાસ યાત્રા આવનારા સમયમાં પણ અવિરત ચાલુ રહે તે માટે આગામી ચૂંટણીમાં ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે જીતાડવા પણ તેમણે સર્વેને અપીલ કરી હતી. નૂતન વર્ષ નિમિતે યોજાયેલ સ્નેહમિલન પ્રસંગે પ્રદેશ ભાજપના નવનિયુક્ત ઉપાધ્યક્ષ અને કચ્છ ગૌરવ જયંતિભાઈ ભાનુશાલીનું ભવ્ય સન્માન કરાયું હતું. આ વેળાએ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાલીએ જણાવેલ કે ભાજપ મતોની નહી પરંતુ વિકાસની રાજનીતિ કરે છે. જેના લીધે પ્રત્યેક ગુજરાતીઓના હૃદયમાં ભાજપ માટે સન્માનભેર સ્થાન છે. ભાજપની વિકાસ નીતિના લીધે એક સમયનો સુકો અને રેતાળ પ્રદેશ ગણાતો કચ્છ જિલ્લો વર્તમાને ઔદ્યોગિક-પર્યટન ક્ષેત્રનો હળ બની ગયો છે. ત્યારે આવનારા સમયમાં જિલ્લામાં આજ પ્રકારે વિકાસ યાત્રા ચાલુ રખાશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. આ વેળાએ ખાસ ઉપસ્થિત રહેલ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવજીતસિંહે ભાજપના વિકાસ મોડેલની સરાહના કરી હતી. સ્નેહમિલન કાર્યક્રમમાં ગાંધીધામ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિ.પં. શિક્ષણ સમિતિ ચેરમેન છાયાબેન ગઢવી, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ડાયરેકટર મોમાયાભા ગઢવી, જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ દિવ્યાબા જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂદ્ધ દવે, અરજણભાઈ રબારી, ત્રિકમભાઈ છાંગા, સુરેશ શાહ, બાબુભાઈ હુંબલ, દેવજી મ્યાત્રા, જયદીપસિંહ જાડેજા, લક્ષ્મણસિંહ સોઢા, પૂંજાભાઈ ચૌધરી, રાજ બારી, કરશન મંજેરી, ડોલરરાય ગોર, ઉમેશ સોની, મોહન બારડ, જયશ્રીબેન પટેલ, હઠુભા સોઢા, પ્રવિણ ઠક્કર, બળવંત ઠક્કર, અનોપસિંહ વાઘેલા, રામજી મુછડીયા, કમલસિંહ સોઢા, વિશાલ રાજપુત, રાજુભા જાડેજા, નશાભાઈ દૈયા, રમેશ શીયાળીયા, અકબર રાઉમા, કીર્તિ મોરબીયા, નાનજી ઠાકોર, ભીખાભાઈ ગોહિલ, વિકાસ રાજગોર, જનકસિંહ જાડેજા, મોરારદાન ગઢવી, શીતલ છાંગા, રસીક ઠક્કર, ઘનશ્યામ પુજારા, કેશુભા વાઘેલા, ધીરજલાલ ઠક્કર, દેવજી વાવીયા, ગોવિંદ કોઠારી, પ્રવિણ વાવીયા, અશોક માલી, જયેન્દ્ર ચૌધરી, દેવજી વાવીયા, કલુભા જાડેજા, ચીનાભાઈ, આત્માહંસ સાહેબ (ચિત્રોડ), રાજેશભા ગઢવી, બેચરગીરી ગોસ્વામી, બાલશંકરભાઈ શાસ્ત્રી, વેલજી મહેતા, ભૂપતસિંહ વાઘેલા, જેરામ સોનારા, પ્રદિપસિંહ સોઢા, પ્રકાશ મહેતા, દિનેશ સોની, સગાળચંદ ઠક્કર, મેહુલ જાષી, લક્ષ્મણ કારોત્રા, ભાવિક સોની, રમણીકલાલ ખંડોર, હાજી અલ્લારખા રાઉમા, અનોપસિંહ જાડેજા, રાસુભા સોઢા, સુરેશ માલી, નીલેશ માલી, નશાભાઈ દૈયા, મેઘાભાઈ, મોતી ભરવાડ, નારણ ભરવાડ, લગધીર રબારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતરહેલ તમામ સમાજના પ્રમુખોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું