ભાજપની વણથંભી વિકાસયાત્રામાં સહભાગી થવા માંડવી-મુંદરા મતવિસ્તારનાં લોકોમાં અનેરો થનગનાટ

મોટા લાયજા વિજય વિશ્વાસ સંમેલનમાં માંડવી તાલુકા અને શહેરનાં શીવસેનાનાં પ્રમુખોએ ભાજપની ખેશ ધારણ કરી ઃ લમીએ કમળને મત આપવા લોકોમાં ઉત્સુકતા ઃ બહોળા માનવ મહેરામણ સાથેની સભામાં વિરેન્દ્રસિંહજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નાં લાગ્યા નારા

માંડવી : માંડવી-મુંદરા વિધાનસભાનાં સબળ અને લોકપ્રિય ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજયી બનાવવા તથા ભાજપનાં ચુંટણી સંકલ્પને મતદારો સમક્ષ મુકવાનાં ઉદ્દેશ્ય સાથે મોટા લાયજાનાં હનુમાન ચોક, સનાતન નગર ખાતે જાહેર સભા યોજવામાં આવેલ હતી. જેમાં અધ્યક્ષ એવા જીતુભાઈ વાઘાણી સંજાગો વસાત આવી ન શકતા સભાને મોબાલઈ વડે સંબોધતા વિકાસ કાર્યોને વર્ણવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટી અને સૌનો સાથ સૌનો વિકાસને સાર્થક કરવા કમળને મત આપી વિજયી બનાવવા હાકલ કરી હતી. દેશ જયારે અભુતપૂર્વ પ્રગતિના શીખરો સર કરી રહ્યો છે. ત્યારે માંડવી-મુંદરા વિધાનસભાનો કમળ ગુજરાતની વિધાનસભામાં જવુ જાઈએ જે માટે તમામ કાર્યકર્તાઓને તારાચંદભાઈ છેડાએ હાકલ સાથે અપીલ કરી હતી.
જેન્તીભાઈ ભાનુશાલીએ છેલ્લા પાંત વર્ષમાં આ વિસ્તારમાં થયેલ વિકાસ કાર્યોની વિગતે વાત કરી હતી અને તેમણે વધુમાં જણાવ્યું હતુ કે વિરેન્દ્રસિંહ જાડેજા જનહિત અને નાના માણસોનાં કામો માટે ભચાઉમાં હમેશા અગ્રેસર રહ્યા છે. અને માંડવી-મુંદરા વિસ્તારમાં પણ લોકસેવાના કાર્ય કરતા રહેશે તેવી ખાત્રી સાથે કોંગ્રેસ પર ચાબખા મારતા માંડવી-મુંદરા વિસ્તારના કમળને સાળે કળાએ ખીલવવા જનતા જનાર્દનને અપીલ સાથે આહવાન કરેલ હતું. અનિરૂધ્ધભાઈ દવેએ ભારતીય જનતા પાર્ટીની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવા કમળને મત આપવા સૌને હાકલ કરી હતી. કુલદિપસિંહ જાડેજાએ ઉપસ્થિત જનતાને મત માંગવાની સાથે પુરાતા સહકારની સાથે આ વિસ્તારનાં જેટ ગતિથી વિકાસ કરવાની સંપૂર્ણ ખાત્રી આપી હતી. આ પ્રસંગે પધારેલ ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા, તારાચંદભાઈ છેડા, જયંતિભાઈ ભાનુશાલીએ માંડવી તાલુકા અને શહેરના પ્રમુખો કમલભાઈ ગોર, કમલેશસિંહ જાડેજાને તેમના બહોળા સમર્થકો સાથે ભાજપની ખેશ પહેરાવી વિધિવત રીતે ભાજપામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે પધારેલ વિરેન્દ્રસિંહ જાડેજા, તારાચંદભાઈ છેડા, જયંતિભાઈ ભાનુશાલી, પુષ્પદાનભાઈ ગઢવી, અનિરૂધ્ધભાઈ દવે, ચેતનભાઈ ભાનુશાલી, મંગલ ડાડા, રાણશીભાઈ ગઢવી, દેવનાથ બાપુ, ધર્મેશભાઈ ગોસ્વામી, નરેન્દ્રભાઈ ફુરીયા, ચંદુભાઈ વાડીયા, પ્રવિણભાઈ વેલાણી, વીકાસભાઈ રાણા, મુરજીભાઈ ગઢવી, વરજાંગભાઈ ગઢવી, નરેશભાઈ મહેશ્વરી, ગોવિંદભાઈ બાવાજી, માલતીબેન લાલન, કુલદિપસિંહ જાડેજા, તેમજ તમામ સરપંચ સંગઠનના હોદેદારોનો કિશોરભાઈ ગઢવી, હરીભાઈ ગઢવી, સામતભાઈ ગઢવી, હરીઓમભાઈ અબોટી, પચાણભાઈ ગઢવી, રમેશભાઈ પટેલ, શીવરાજભાઈ ગઢવી, બાબુભાઈ ગઢવી, તેમજ સમસ્ત મોટા લાયજા ગ્રામ પંચાયત તથા મોટા લાયજા ભાજપ પરીવારે પુષ્પગુચ્છ તથા શાલ વડે સન્માન કરેલ હતું. આ સભામાં હજારોની સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી લોકો જાડાયા હતા. કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્રસિંહ જાડેજા અને આભારવિધી પચાણભાઈ ગઢવીએ કરી હતી.