ભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન

અમદાવાદ : છારોડી ખાતે ભાજપની ચિંતન શિંબરનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે. બે દિવસીય ચાલનારી આ શિબરમાં વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ખાસ હાજર રહ્યા હતા.
આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને લોકો સુધી પહોંચવા ઝડપી સેવા મુદ્દે પણ ચર્ચા થશે. આ સાથે નવા આઈડિયા અને નવા ગોલ નક્કી કરી તેને સિદ્ધ કરવા માર્ગદર્શન અપાશે.
આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહારથીઓને પણ શિબિરમાં આમંત્રણ અપાયું છે. જે લોકો પોતાના અનુભવો વર્ણવશે. રુપાણી શાસન દરમ્યાન યોજાનાર ચિંતન શિબિરમાં ઇનોવેટીવ આઇડીયાઝ સાથે આવનાર તમામને ચર્ચા માટે મોકળુ મેદાન મળશે અને વિચારોનું આદાન પ્રદાન મુખ્ય સ્થાને રહેશે.આ સિવાય અન્ય મંત્રીઓની વાત કરીએ તો રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વિ સતીશ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભિખુ દલસાણીયા, કેંદ્ર સરકારના મંત્રીઓ પરશોતમ રુપાલા, મનસુખ માંડવીયા, હરિ ભાઈ ચૌધરી પહોંચ્યા છે. આ સાથે જ હરિભાઈ ચૌધરી ,સાંસદ જયશ્રી બહેન પટેલ., જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના મંત્રી વિભાવરી દવે, પ્રદીપસિંહ જાડેજા, કૌશિક પટેલ, દિલિપ ઠાકોર, સૌરભ પટેલ, શંકર ચૌધરી, અને બળવંતસિહ રાજપૂત આ તમામ મહારથિઓ શિંબરમાં જોડાયા હતા.