ભાજપની પ્રથમ કારોબારી હવે ઓગસ્ટમાં યોજાશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી છેક આઠમા મહિને ભાજપની પ્રથમ કારોબારી ઓગસ્ટ મહિનામાં યોજવાનું નક્કી કરાયું છે. અગાઉ બે વખત કારોબારી મોકુફ રાખવી પડી હતી. હવે ૧૧ ઓગસ્ટે એક જ દિવસ પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ્‌ ખાતે કારોબારી યોજવામાં આવશે, તેમ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેર કર્યું છે.
લોકસભા ૨૦૧૯ની તૈયારીઓ સંદર્ભે યોજાયેલી ચિંતન શિબિરના મંથન બાદ સંગઠનાત્મક કાર્યક્રમો નક્કી કરવા માટે ભાજપની પ્રદેશ બેઠક તેમજ સાત મોરચાના પદાધિકારીઓની બે અલગ અલગ બેઠકો ગુરુવારે યોજાઇ હતી.