ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતિષ કાલથી ફરી ગુજરાતમાં

કાલે કમલમ્‌ ખાતે યોજશે બેઠકઃ સોમનાથ સંઘની બેઠકમાં પણ રહેશે હાજર

ગાંધીનગર : ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાન આગામી દીવસોમાં આવી રહ્યા છે તે પહેલા જ હવે અવતીકાલે પક્ષના રાષ્ટ્રયી સહસંગઠન મહામંત્રી વિ.સતિષજી ફરી ગુજરાત આવી રહ્યા છે તેઓ અહી ત્રણ દીવસ રોકાણ કરનાર છે. ગત અઠવાડીયે પણ ત્રણ દીવસ સુધીતેઓ રોકાયા હતા. સોમનાથ સંઘની બેઠકમાં તેઓ હાજરી આપી શકે છે. પીએમ અને શાહ પહેલા વી.સતીષની આ મુલાકાત સુચક માનવામા આવી રહી છે. આવતીકાલે તેઓ કમલમ ખાતેની મળનારી બેઠકમાં હાજરી આપશે. અને હોદેદારો તથા પ્રભારીની સાથે પણ બેઠક યોજશે. રાજયનામુખ્યપ્રધાન વિજયભાઈ પણ આ બેઠકમાં કાલે ઉપસ્થિત રહેશે.