ભાજપના બાવળીયા સામે ગુજરાતમાં કોંગ્રેસનો ‘વંશપ્લાન’

કોળી મતો અંકે કરવાની કવાયત : લોકસભા ચૂંટણી પૂર્વે કોળી સમાજની આજે મહત્વપૂર્ણ બેઠક : ગાંધીનગરમાં ધારાસભ્યો-પૂર્વ ધારાસભ્યોને હાજર રહેવા ફરમાન

ગાંધીનગર : લોકસભાની ચૂંટણી પહેલા આજ રોજ કોળી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક મળવા પામી રહી છે. આ બેઠક ભાજપ દ્વારા કુંવરજી બાવળીયાને પોતા તરફી લાવી અને કોળી મતો અંકે કરવાની કવાયત કરાઈ હતી ત્યારે આજ રોજ કોગ્રેસ દ્વારા પુંજાભાઈ વંશને કોળી મતબેંક સાચવવાની જવાબદારી આપી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. ગુજરાતભરના આગેવાનો બેઠકમાં હાજર રહેશે. કોળી નેતા અને ધારાસભ્ય પુંજાભાઈ વંશની અધ્યક્ષતામાં આજની બેઠક મળવા પામી રહી છે. ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે આજ રોજ આ બેઠક યોજવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.