ભાગબટાઈના ડખ્ખાથી : પૂર્વ કચ્છ કોલસામિક્ષિંગ કાંડનો ભાંડાફોડ

  • પોલીસ દબાણ-શરમમાં ન આવે : બન્ને પક્ષે કરે તટસ્થ તપાસ-તો જ થશે સાચા ખુલાસા

વિદેશથી આયાતી યુએસ કોલસાકાંડમાં જીજીટીઅના અમુક બની બેઠેલા હોદેદારોે, ટ્રાન્સપોર્ટસ, ચોરાઉ માલની હેરફેર કરનારા વાડાવાળા સહીતનાઓની સિન્ડીકેટમાં અંતે ભાગબટાઈને લઈને વાદ-વિવાદ સર્જાતા મુદ્દો બહાર આવ્યાની ચકચાર : જીટીટીએના કારોબારી સભ્ય સામે ફરીયાદ, સામે પક્ષે જીટીટીએ પણ એકાએક જ કુંભકર્ણિનિદ્રામાંથી જાગીને ખુદના ઉછરેલા પાપ સમાન કોલસા ચોરીના પ્રકરણ મુદ્દે એસપીશ્રીને રજુઆત કરવા દોડી ગયા

ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના ડીપીટી-કંડલા- તથા મુંદરા અને તુણા બંદરે વિદેશથી આયાત થતા યુએસ કોલસામાં પૂર્વ કચ્છમાં એક મસમોટા કોલસા મિક્ષીંગ કરતી સિન્ડીકેટ બની જવા પામી ગઈ છે અને તેના લીધે અહી કામ કરી રહેલા સાચા વેપારીઓ હાય તોબા હાય તોબા પોકારી ઉઠયા હોવાના અનેકવિધ આંખ ઉઘાડનારા એહવાલો આ જ પ્લેટફોર્મ સતત ઉજાગર થવા પામ્યા હતા અને હવે તે અહેવાલોને સીધે સીધુ જ સમર્થન મળી ગયુ હોય તેવી રીતે જીજીટીએ અને વેપારીવર્ગ સામસામે પોલીસ ફરીયાદ સ્વરૂપે જ આ પ્રકરણમાં બહાર આવી ગયા છે.જીટીટીએના દશરથસિંહ સામે સ્પષ્ટ ફરીયાદ નામજોગ કરવામા આવી ગઈ છે તો બીજીતરફ જીજીટીએ પણ પ્રતિફરિયાદ નોધાવી દીધી છે. હવે આ મામલો જયારે બહાર આવી રહ્યો છે ત્યારે અગાઉ અનેકવખત આ માધ્યમથી કહેવાઈ ચુકયુ છે કે, વિદેશથી જે યુએસ કોલ આવી રહ્યો છે તેમાં જીજીટીએના અમુક બની બેઠેલા હોદેદારો, રપ હજારના ભાડુઆતી શખ્સ જે ઠેર ઠેર વકીલાત કરતો ફરે છે, તે, ચોરાઉ કોલસાની હેરફેર કરતા અને વેપનારા વાડાવાળા તત્વો, અને ચોરાઉ માલ ખરીદનારા વેપારીઓ સહિતની એક મોટી સિન્ડીકેટ બની જવા પામી ગઈ છે. અને આ બધાય આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે કોલસા મીક્ષિંગકરી અને રીતસરની માફીયાગીરી પર જ ઉતરી આવ્યા હોવાનુ મનાય છે. જેના લીધે સાચા ટ્રાન્સપોર્ટસ, વેપારીઓનો મરો થવા પામી ગયો છે અને કઈક વેપારીઓ હવે તો કચ્છના બંદરોથી માલ મંગાવવાને લઈને મોઢુ ફેરવી લેવાનુ પણ મન બનાવી ચૂકયા હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. હાલમાં જયારે જીજીટીએના સંગઠનની સામે જ ફરીયાદ નોધાઈ છે અને આ સંગઠન એકાએક જ એસપીશ્રી સમક્ષ આવેદન દેવા દોડી ગયા છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, પોલીસ કોઈ પણ પ્રકારના દબાણમાં કે શેહશરમમા આવ્યા વિના બન્ને પક્ષની ફરીયાદ લે, અને બન્ને પક્ષે તટસ્થ કાર્યવાહી કરે તો જ આ પ્રકરણમા સાચા ખુલાસા થવા પામી શકે તેમ છે. ચોરી-મીક્ષીંગ તો લાંબા સમયથી ચાલી જ આવી રહી છે, પણ જીજીટીએ હવે રહી રહીને કેમ જાગ્યુ? આ ઉપરાંત જીટીટીએના જે સભ્યની સામે નામજોગ ફરીયાદ થઈ છે તેના અગાઉ પણ જુદા જુદા ટ્રાન્સપોર્ટર સાથે વિવાદ અને દાદાગીરીના ઓડીયો કલીપ પણ ફરતા થવા પામી ચૂકયા હોવાના તાજા ભુતળકા છે. એટલે પોલીસતંત્ર જીજીટીએના દશરથસીહ સહિતનાઓનો બરાબરનો ઉધડો લે, તો તેના દાદાગીરીભર્યા કોલસા મીક્ષીંગ, ચોરીના કારનામાઓ મોટાપાયે બહાર આવી શકે તેમ છે. ઉપરાંત આ દશરથની સામે ફરીયાદીએ જે આક્ષેપો કર્યા છે તે અંગે જીજીટીએના કયા હોદેદારોના ઈશારે દશથર ફાટીને ફુલેકે ચડી જવા પામી ગયો છે તેની પણ કકડકાઈથી પુછા કરવામ આવે તે જરૂરી બની રહ્યુ છે.એટલે હકીકતમાં દશરથ નામના બની બેઠેલા શખ્સ દ્વારા ફરીયાદી સાથે અગાઉ આગોતરી રીતે એડવાન્સ રકમની સેટીગ કરી હોવાનુ મનાય છે અને તે પછી બન્ને વચ્ચે ભાગબટાઈના ડખ્ખા થતા આખોય મામલો હકીકતમાં પોલીસ ચોપડે પહોચી ગયો હોવાનુ મનાય છે. પરંતુ આ રીતે જીજીટીએ સંગઠનના બની બેઠેલા હોદેદારોની મલિન નીતીઓ થકી સાચા ટ્રાન્સપોટસ-વેપારીઓ સહિતનાઓએ ભોગવવાનો વારો આવી રહ્યો છે. આવામાં પોલીસ અને પૂર્વ કચ્છના વર્તમાન ઈન્પાર્જ એસપીશ્રી કડક અને તટસ્થ તથા બન્ને પક્ષે સચોટ કાર્યવાહી કરી દેખાડે અને આ ઝઘડો તો માત્ર નિમિત્તરૂપ જ છે પણ પૂર્વ કચ્છમાં વકરી ચૂકેલા કોલસા મીક્ષીગંના આખેઆખા નેટવર્ક, ભ્રષ્ટ સિન્ડીકેટને જ તોડી પાડે તે ખુબ જરૂરી બની રહ્યુ છે.

પૂર્વ કચ્છ પોલીસ બાલોતરા-રાજસ્થાન પોલીસથી સાંધે સંકલન : તો આંતરરાજય કૌભાંડ ખુલશે

પૂર્વ કચ્છ ઈન્ચાર્ઝ એસપીશ્રી સૌરભ તોલંબીયા બાલોતરાના એસપીશ્રી ધનકુલ મીણાથી સંપર્ક કરી માહીતી મેળવશે તો કચ્છમા કોલસા માફીયાઓના કારનામાઓ પરીથ ઉચકાશે મોટો પડદો

ગાંધીધામ : વિદેશથી જે કોલસા કચ્છના બંદરો પર આવી રહ્યા છે તે અહીના લાકડીયા હાઈવે પરથી લઈ અને ઠેર ઠેર નવથી દસ જેટલા મસમોટા ચોરાઉ વાડાઓ પર હેરફેર કરવામા આવી રહ્યા છે. આવા અહેવાલો અનેકવખત અહીથી ઉજાગર થયા છે અને હવે આ મામલો કચ્છમાં પોલીસ ચોપડે સત્તાવાર રીતે જ બહાર આવ્યો છે એન જીટીટીએના બની બેઠેલા ભાડુઆત શખ્સની સામે પણ સવાલો ઉભા થયા છે તેવા સમયે સામેપક્ષે રાજસ્થાનના બાલોતરામાં પણ પોલીસે દરોડો પાડયો છે અને ગુજરાત-કચ્છના બંદરો પરથી રવાના થયેલા કોલસાની ગુણવત્તામાં ફેરફાર કરતા બાલોતરાના વાડામાં સેકડો ટન ચોરાઉ કોલસો ઝડપી પાડયો છે. ડીએસપીશ્રી ધનકુલ મીનાના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામા આવી છે. આ બાદ પેાલીસે ગેરકાયદે કોલસાના જથ્થાવાળા ગોદામને સીજ કરી દીધો છે.

  • લાકડીયા હાઈવે પર ધમધમે છે મોટો વાડો

પૂર્વ કચ્છમાં વિદેશી કોલસા તસ્કરો બેફામઃઈન્ચાર્જ એસપીશ્રી ભણી આશભર્યા મીટ

જીટીટીએ સંગઠનના અમુક બની બેઠેલા હોદેદારો, ર૦-રપ હજારનો પગારદાર શખ્સ, અમુક ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓ સહિતનાઓની સિન્ડીકેટથી વિદેશી આયાતી કોલસા પર ચલાવાઈ રહી છે ઉઘાડી લુુંટ : કોલસો મંગાવનારા વેપારીઓ થઈ ગયા છે ત્રાહીમામ..ત્રાહીમામ : પોલીસતંત્ર કડકાઈ નહી કરે તો વેપારીઓ તુણા-કંડલા-મુંદરા બંદરે કોલસો મંગાવતા મોઢુ ફેરવી લેશે

વિદેશી આયાત થતા કેાલસાને ગંતવ્ય સ્થળ પર પહોંચાડવાના બદલે રસ્તામાં તેની ગુણવત્તામાં ફેરફાર કરી, રીતસરની ચોરીઓ કરવામાં આવતી હોવાના ઉજાગર થઈ ચૂકયા છે પાછલા બે માસમાં અનેકવીધ કિસ્સા : તુણા-કંડલાથી અને હવે તો મુંદરાથી પણ નીકળેલ કોલસાને માર્ગમાં વાડામાં ફેરફાર કરી દેવાતા હોવાની થઈ ચૂકી છે સત્તાવાર ફરિયાદ

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં વિદેશથી આયાત થતા કોલસાની ગુણવત્તામાં ફેરફાર કરી અને વેપારીઓને મોટી રકમના ચુના ચોપડવામાં આવતા હોવાના સતત ઘટનાક્રમો બહાર આવવા પામી રહ્યા છે. પાછલા બે માસમાં તુણા-કંડલા અને મુંદરા બંદરેથી આવા આયાતી કેાલસા સગેવગે કરવાની સત્તાવાર ફરીયાદો જ થોકબંધ થવા પામી ગઈ છે. વિદેશથી આયાત થતા કોલસામાં રીતસરની ભેળસેળ કરનારી એક મસમોટી સિન્ડીકેટ પાછલા લાંબા સમયથી સક્રીય હોવાનુ બહાર આવતુ રહ્યુ છે પરંતુ અત્યાર સુધીપૂર્વ કચ્છમાં આવી સત્તાવાર રીતે થયેલી ફરીયાદો અંગે પણ કોઈ જ ઠોસ અને નકકર કાર્યવાહી થવા પામી હોય તેવુ કયાંય દેખાતુ નથી.હાલમાં જ પૂર્વ કચ્છના એસપીનો ચાર્જ સીઆઈડી ક્રાઈમના એસપી અને અગાઉ પશ્ચિમ કચ્છમાં ધાક બેસાડતી યશસ્વી કામગીરી કરનારા શ્રી સૌરભ તોલંબીયાને સોપવામા આવી છે ત્યારે કંડલા-મુંંદરા બંદર પર એક મોટા કોમોડીટી કોલસા ક્ષેત્રના ઉદ્યોગપતિઓ-વેપારીઓના આશભર્યા મીટ તેઓ તરફ મંડાયા છે. તેઓ તટસ્થ-કડક અને પ્રજાભિમુખ અધિકારીની છબી ધરાવી રહ્યા છે. તેઓએ પૂર્વ કચ્છનો ચાર્જ સંભાળ્યો છે ત્યારે બીજુ કઈક જ નહી તો અત્યાર સુધીમાં કંડલા મરીન મથકમાં કોલસાની ગુણવત્તામાં ફેરફાર કરવાના નોધાયેલા પ્રકરણોની તપાસમા શુ ઉકળાયુ? તેના પુછાણા લે અને આ તપાસને પ્રગતિ અપાવે તો પણ મસમોટા કૌભાંડ પરથી ખુલાસો થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.સહેજ વિગતે વાત કરીએ તો વિદેશી આયાત થતા કેાલસાને ગંતવ્ય સ્થળ પર પહોંચાડવાના બદલે રસ્તામાં તેની ગુણવત્તામાં ફેરફાર કરી, રીતસરની ચોરીઓ કરવામાં આવતી હોવાના ઉજાગર થઈ ચૂકયા છે પાછલા બે માસમાં અનેકવીધ કિસ્સા જેમા તુણા-કંડલાથી અને હવે તો મુંદરાથી પણ નીકળેલ કોલસાને માર્ગમાં વાડામાં ફેરફાર કરી દેવાતા હોવાની સત્તાવાર ફરિયાદથઈ ચૂકી છે. જાણકારો કહી રહ્યા છે કે, જીટીટીએ સંગઠનના અમુક બની બેઠેલા હોદેદારો, ર૦-રપ હજારનો પગારદાર શખ્સ, અમુક ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓ સહિતનાઓની સિન્ડીકેટથી વિદેશી આયાતી કોલસા પર ચલાવાઈ રીતસરની ઉઘાડી લુુંટ જ કર રહ્યા છે. કોલસો મંગાવનારા વેપારીઓ ત્રાહીમામ..ત્રાહીમામ પોકારી ઉયા છે. પોલીસતંત્ર કડકાઈ નહી કરે તો વેપારીઓ તુણા-કંડલા-મુંદરા બંદરે કોલસો મંગાવતા મોઢુ ફેરવી લેશે અને તેની સાથે જ કોલસાની કાળી કમાણીમાંથી ચીભડ તત્વો રીતસરના માફીયાગીરી પર જ ઉતરી આવશે અને તે આગામી સમયમાં કાયદો-વ્યવસ્થાને માટે પણ પડકારરૂપ સ્થિતી સર્જી શકે તેમ છે. હાલમાં પૂર્વ કચ્છના ઈન્ચાર્જ એસપીશ્રી તોલંબીયા પ્રત્યે આ આખાય ભોગગ્રસ્ત વેપારીવર્ગને મોટી આશા બંધાયેલી છે.

  • ઉલ્ટા ચોર કોટવાલ કોટ દાટે
    પોલીસ., આવેદન વખત ભુંગળાવાળાને નિવેદન આપતા ભુપ્પાની કુંડળી પણ કેમ ન ચકાસે?

જીજીટીએના પોતાના સાફ સુથરા ગણાવતા વર્તમાન બોડીના સભ્યોના કારનામાઓ પરથી પણ પોલીસ ઉચકે પડદો : અમે પાયમાલ થઈ ગયા, ચોરીઓથી ધંધા ઠપ્પ થઈ ગયાના મગરમચ્છના આંસુ રડવા એસપી કચેરીએ પહોચી ગયેલા પૈકીના ભુપ્પાનો ઈતિહાસ ચકાસાય તો તેની પણ ગત વરસે જ ૧૩-૧૩ ગાડીઓ જેએમડી ઓઈલ કંપની સંકુલમાં કોલસા મિક્ષિંગમાં અંજાર પોલીસ ચોપડે ચડી ગયાનો થઈ જશે મોટો ખુલાસો

ગાંધીધામ : ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેના તાલે ખુદ જીજીટીએ દ્વારા જ ગત રોજ રહી સહી આબરૂ બચાવવા માટે એસપી કક્ષાએ દોડી જઈ અને કોલસા માફીયાઓ બેફામ બન્યાની વાતો રજુ કરી છે. ત્યારે આવેદન બાદ ભુંગડાવાળાઓને જે દાઢીવાળો શખ્સ ભુપો મગરમચ્છના આંસુઓ સારી રહ્યો છે તેનો ઈતિહાસ પણ પોલીસે ચકાસવો જોઈએ તેવો ઈશારો અહી થવા પામી રહ્યો છે. કહેવાય છે કે, જીજીટીએના જ બની બેઠેલા અમુક હોદેદારોના ભ્રષ્ટ કારનામાઓ કોલસા મીક્ષીંગમાં ખુલી ન જાય તે માટે આવેદન આપવા દોડી ગયા હતા. હકીકતમાં ભુપ્પા નામના બની બેઠેલા શખ્સનો પોલીસ ઈતિહાસ ચકાસસે તો ગત વર્ષે જ અંજાર પોલીસના ચોપડે ચડેલી જણાવી આવશે. હવે આવા તત્વો કે જે એક વર્ષ પહેલા ખુદ કોલસા ચોરીમાં ચકચારી બની ચુકયા છે તે પોલીસ પાસે આવેદન આપવા જઈ અને જીજીટીએનો લુલો બચાવ કરે તો પોલીસને પણ એ વાત કેટલી ગળે ઉતરશે કે આ સંગઠનના હેાદેદારો પાક-સાફ જ છે?

પોલીસ જીટીટીએની સામેના આક્ષેપોની પણ કરે તપાસ :અનેકવિવાદના ઘેરામાં છે બની બેઠેલા વર્તમાન હોદેદારો

પૂર્વ કચ્છ પોલીસના તટસ્થ-કડક અને પ્રજાભિમુખ ઈન્ચાર્જ એસપીશ્રી જીટીટીએના જુના-અનુભવી-જાણકાર-પ્રમાણિક ગત બોડીના આગેવાનોને રૂબરૂમાં બોલાવી વર્તમાન બોડીના ચાલતા કૃત્યો-કોલસા મિક્ષીંગના ધંધાઓમાં કાળા હાથ કરાતા હોવા સબબની માહીતીઓ-નિવેદનો મેળવશે તો પણ થશે ઘણા મોટા ખુલાસા

જીટીટીએ માંથી પંજાબની ગાડીવાળાઓએ ઔપચારીક રીતે ફાળી દીધો છેડો તો હવે ટુંક જ સમયમાં રાજસ્થાનવાળાઓ પણ આ સંગઠનની વર્તમાન બોડીના ત્રાસથી ત્રાહીમામ થઈને અલગ પડે તો નવી નવાઈ નહીં : આવેદન આપતી વખતે મગરમછના આંશું વહાવનાર વર્તમાન બોડી જો ગાડીવાળાઓની એટલી સાચી જ ચિંતા કરતા હોય તો આ બધાએ સંગઠનથી છેડા કેમ ફાળી રહ્યા છે ? તેનો કોક તો આપો જવાબ

ગાંધીધામ : ઘોડા છુટી ગયા બાદ જીજીટીએ સંગઠન દ્વારા પોલીસને માત્ર નામપુરતુ અને ડીંડક પુરતુ આવેદન આપવામાં આવ્યુ હોવાનુ જાણકારો માની રહ્યા છે. આવા સમયે પોલીસતત્ર પણ જીજીટીએ સંગઠનની સામે સમયાંતરે થતા રહેતા આક્ષેપોની તટસ્થ તપાસ કરાવે તો અને તો જ આખેઆખુ કોલસા મિક્ષીંગ કાંડનુ નેટવર્ક બંધ થવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે. આ માટે પોલીસે હકીકતમાં જીજીટીએથી સંકળાયેલા અગાઉની બોડીના જુના, અનુભવી, પીઢ અને પ્રમાણીક આગેવાનોને રૂબરૂમાં બોલાવી તેમના નિવેદનો તથા તેમની પાસેથી વર્તમાન જીજીટીએની બોડી દ્વારા કેવી રીતે આખેઆખા કોલસા મિક્ષીંગ કાંડને અંજામ આપવામાં આવી રહ્યો છે અથવા તોપરોક્ષ રીતે વેગ અપાઈ રહ્યો છે તેની માહીતીઓ અંકે કરવી જોઈએ. તો જ સાચી હકીકતો પોલીસ સમક્ષ રજુ થવા પામી શકે તેમ છે.

વાડામાંથી ચોરાઉ કોલસો લેનાર વેપારી સુધી પોલીસ કરે તપાસ..!
ગાંધીધામ : વિદેશથી જે સારી ગુણવત્તાનો કોલસો આવે છે તેને લાકડીયા હાઈવે સહિતના માર્ગમાં ધમધમતા વાડાઓમાં હેરફેર કરી લેવાય છે. સારો માલ વાડામાં ઉતરી જાય અને પથ્થરાઓ અને રદી માલ ભરી દેવાય છે. ત્યારે અહી જાણકારો કહી રહયા છે કે, આવા વાડાઓમાથી ચોરીનો માલ ખરીદનારા વેપારીઓ કોણ છે? કારણ કે વાડામાં જે માલ ફેરફાર થાય અને સારો રખાય છે તે બારોબાર વેચાય પણ છે. હકીકતમાં ચોરાઉ કોલસાનો માલ ખરીદનારા વેપારીઓ સુધી આ કેસમાં પોલીસતંત્ર ઉંડુ ઉતરે તો જ કોલસામિક્ષિંગ કાંડ આખેઆખુ ખુલી શકે તેમ છે.

ચોરાઉ માલ ખરીદનારા વચેટીયાઓ પણ દોડી આવ્યા..!
ગાંધીધામ : કોલસા મિક્ષિંગ પ્રકરણ પાછલા કેટલાક સમયથી આ પ્લેટફોર્મ પરથી જ ઉજાગર થઈ રહ્યુ છે અને હવે તે અંતે જીજીટીએના બની બેઠેલા ભાડુઆત શખ્સે માર માર્યા સહિતની ફરીયાદ પોલીસે ચોપડે ચડી જવા પામી ગઈ છેે ત્યારે મજાની વાત એ છે કે, વાડાઓમાથી ચોરાઉ કોલસાનો માલ ખરીદનારા વચેટીયાઓ પણ દોડી આવ્યા છે. કારણ કે, જો આ વાડાઓમાં માલ મિક્ષીંગનો ધંધો બંધ થશે, વાડાઓ બંધ કરાવશે પોલીસ તો આ વચેટીયાઓના બેનંબરી ધંધાઓ પણ ઠપ્પ થઈ જવા પામે તેવી સ્થિતી છે.