ભરૂચના જંબુસરથી કોંગ્રેસના નવર્સજનનો આરંભ

ઉદ્યોગપતિઓ ઉપરાંત ગુજરાતમાં બધામાં અસંતોષ : રાહુલ ગાંધી

દક્ષીણ ગુજરાતના પ્રવાસના પ્રારંભે કોંગ્રેસના રાહુલ ગાંધીએ કર્યો રણટંકાર

 

ગુજરાતમાં વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડુતો, મહીલાઓ, આદીવાસી,સમાજ-સમુદાયની હાલત કફોડી. : કયારે આવશે અચ્છેદીન?

 

જંબુસર : આજ રોજ રાહુલ ગાંધી ગુજરાત પ્રચારના ત્રીજા તબક્કે આવી પહોંચ્યા છે તેઓનુ વડોદરામાં ઉષ્માભેર સ્વાગત કરવામા આવયુ હતુ. ત્યાથી તેઓ ભરૂચના જંબુસર પહોંચ્યા હતા અને અહી તેઓએ સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, ભારતના દરેક પ્રદેશમાં હું ગયો છુ. ગુજરાતમાં સમસ્યાઓનો ભરમાર છે કોઈ સમાજ અહી ખુશ નથી. ગુજરાતના બેથી ચાર ઉદ્યોગપતીઓ કોઈ જ ફરીયાદ નથી કરતા. તેઓ બધાય ખુશ છે. ગુજરાતના દરેક વર્ગમાં અસંતોષ અને ગુસ્સો છે. રાજયભરમાં પાણીની બુમરાડ મચેલી છે. નર્મદાજળ માત્ર દસથી બાર ઉદ્યોગપતીઓને જ મળે છે. ગુજરાતમાં ઉદોગપતીઓને જ કોઈ ફરીયાદ નથી. બાકી તમામ વર્ગ-સમાજમાં સરકાર પ્રત્યે રોષ-ગુસ્સો છે. રાહુલ ગાંધીએ ટાટાનેનો પ્રોજેકટ પર પણ વાર કર્યો હતો અને કહ્યુ હતુ કે, નેનો પ્રોજેકટને સસ્તામાં લોન ધરવામા આવી છે. ૩૩૦૦૦ કરોડની લોન ટાટા કંપનીને અપાઈ છે. ગુજરાતમાં ખેડુતોની હાલત કફોડી બનેલી છે. યુવાન, મહીલા, ખેડુતો, વિવિધ સમાજ ગુજરાતમાં નાખુશ છે. ગુજરાતમાં યુવાનોને રોજગાર નથી. ગરીબ લોકો પાસેથી ભાજપ સરકાર બધુ છીનવી રહી છે. શિક્ષણ ઉત્તરોત્તર મોંઘુ થવા પામી રહ્યુ છે.