ભરઉનાળે રાપર નગાસર તળાવમાં નર્મદાના નીરના વધામણા

પુજનવીધી સાથે નર્મદા મૈયાને વધાવતા નગરપાલીકાના અધ્યક્ષતા ગંગાબેન સીયારીયા

ગાંધીધામ : રાપર નગરપાલિકા દ્વારા નગાસર તળાવમાં પ્રથમ વખત આખે આખું નગાસર તળાવ નર્મદાના જળથી ભરતા ભર ઉનાળે રાપર નગરપાલીકા દ્વારા નર્મદા મૈયાના ઓવારણ લેવા અને મહાઆરતીનું આયોજન કરાયું હતું.
નગાસર તળાવને શહેરીજનોને પાણીની કોઈ મુશ્કેલી કેનાલ બંધ રહે તે દરમ્યાન ન પડે તે માટે નગાસર તળાવને ઉડું ઉતારી તળાવની ફરતે યાળ-પેવર બ્લોકના રસ્તાઓ એલ.ઈ.ડી લાઈટો નાખી વોકવે પણ શહરીજનોને કાયમી ધોરણે મળી રહે તે રીતે કાર્ય પૂર્ણ કરી આ તળાવની રિઝર્વ રાખવામાં આવ્યું છે.
આ નગાસર તળાવમાં પ્રથમ વખત નર્મદાના નીરથી ભરાતા નર્મદાના નીરને નગરપાલીકાના અધ્યક્ષા ગંગાબેન રમેશભાઈ સીયારીયા દ્વારા વધાવવામાં આવ્યું હતું. આ શાસ્ત્રોક્તવિધીમાં ઉપપ્રમુખ હઠુભા સોઢા, કારોબારી ચેરમેન કાનીબેન, શાસકપક્ષના નેતા બળવંતભાઈ ઠક્કર જોડાયા હતા.
શાસ્ત્રોક્ત વિધી જગદીશ મહારાજ દ્વારા કરાઈ હતી. ત્યારબાદ તળાવના વોકવે ઉપર નગરપાલીકા દ્વારા યોજાયેલ પ્રોગ્રામમાં સર્વેનું સ્વાગત શાસકપક્ષના નેતા બળવંતભાઈ ઠક્કર દ્વારા કરાયું હતું. તેમણે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ તળાવને ફકત પીવાના પાણી માટે રીઝર્વ રાખવામાં આવ્યું છે. ત્યારે શહેરી જનોની પણ આ વોકવે વગેરેની સાચવવાની જવાબદારી રહેશે.
શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ સોની, પૂર્વ પ્રમુખ જસવંતીબેન મહતા, ક્ષત્રિ સમાજના અગ્રણી અનોપસિંહ વાઘેલાએ પ્રવચન આપ્યા હતા.
આ પ્રસંગે આર્શિવચન પાઠવતા કથાકાર બાલાશંકર શાસ્ત્રીએ જણાવ્યું હતુ કે સાક્ષાત નર્મદા મૈયા આપણા રાપર ને આંગણે દર્શન દેવા પધાર્યા છે.આવનારા દિવસોમાં આ તળાવને વધુ સુવિધામાં વધારો કરાશે. તેમ ઉપપ્રમુખ હઠુભા સોઢા, કારોબારી ચેરમેન કાનીબેન, પ્રમુખ ગંગાબેન દ્વારા જણાવ્યું હતું. ટુંક સમયમાં બંને બાજુ ગ્રીલો લગાડશે. સીસીટીવીથી વોકવેને સજ્જ કરાશે તેમ જણાવ્યું હતુ. સીક્યુરીટી પણ મજબુત કરાશે. ત્યારબાદ મહાઆરતી પુ.શાસ્ત્રી બાલાશંકર દ્વારા નર્મદા મૈયાની ગવડાવી હતી. આ પ્રસંગે જી.પંચાયત ઉ.પ્રમુખ લક્ષ્મણસિહ સોઢા, ચેમ્બરના પ્રમુખ મુકેશભાઈ ઠક્કર, પ્રદિપસિંહ સોઢા, નગરપાલીકાના સદસ્ય દિનેશભાઈ ચંદે, મુળજીભાઈ પરમાર, નરેન્દ્રભાઈ સોની, લાલમામદ રાઉમા, મનજીભાઈ, અશોકભાઈ માલી, ધીંગાભાઈ પઢીયાર, જાનખાન, રામજીભાઈ પીરાણા, ગુમાનસિંહ સોઢા, રમેશભાઈ સીયારીયા, જયસુખભાઈ ઠક્કર, કિર્તીભાઈ મોરબીયા, તેમજ ગાંધીધામથી જેમણે ટપ્પર ડેમ ભરવામાં ખુબ સહયોગ આપ્યો હતો એવા દિપકભાઈ વોરા તેમની સાથે નર્મદા નિગમના છગનભાઈ આહિર, ડો.રાજેશભાઈ જસવાણી હાજર રહ્યા હતા. સસગ્ર કાર્યક્રમ નગરપાલીકાના મહેશભાઈ, રાજુભાઈ દવે, અરવિંદગીરી ગોસ્વામી, હેતુભા વાઘેલા, ચેમજ યુવા ભાજપના શૈલેશ ચંદે, લાલજીભાઈ કારોત્રા, મેહુલભાઈ જોશી, ભાવિક ઠક્કર, ધર્મેશભાઈ સીયારીયા વિગેરે હાજર રહી મહાઆરતી તથા પ્રસાદ સહિતની તમામ વ્યવસ્થા સંભાળી હતી.