ભદ્રેશ્વરની પરિણીતાએ ફીનાઈલ પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

મુન્દ્રા : તાલુકાના ભદ્રેશ્વર ગામે રહેતી પરિણીતાએ ગૃહકંકાસના કારણે ફીનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભદ્રેશ્વર ગામે રહેતી ભાવનાબેન લાલજીભાઈ ગચ્ચા (ઉ.વ.ર૦) એ ગૃહકંકાસથી કંટાળી ફીનાઈલ પી લેતા હોસ્પિટલ ખસેડાઈ હતી. મુન્દ્રા મરીન પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. દોઢ વર્ષનો લગ્નગાળો ધરાવતી મહિલા એક સંતાન સાથે સાસુ – સસરા સહિત સંયુક્ત કુટુંબમાં રહેતી હોઈ ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકે વધુ તપાસ હાથ ધરી હતી.