ભજનસમ્રાટ નારાયણ સ્વામીની નિર્વાણતિથિ ઉજવાશે

માંડવી : દેશ-વિદેશમાં ભજનોના માધ્યમથી હજારો અનુયાયીઓ બનાવનાર ભજનસમ્રાટ નારાયણનંદ સરસ્વતીજીની ૧૭મી નિર્વાણતિથિ આગામી તા.૭મી સપ્ટેમ્બરના રોજ ધામધૂમ સાથે ઉજવાશે. ચપલેશ્વર મહાદેવ મંદિર સ્થીત નારાયણ આશ્રમ ખાતે તા.૭ના સવારે ૯ કલાકે નારાયણ સ્વામીની સમાધિનું પૂજન થશે. દાતા હરિદાનભાઈ સુરૂ (ગાંધીનગર)ના હસ્તે સમાધિપૂજન કરાશે. મહંત ગિરિજાનંદગિરિઝીના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ધર્મસભાનો પ્રારંભ થશે. નાયરાણ આશ્રમના મહંત શ્યામભારતી બાપુની અધ્યક્ષતામાં ધર્મસભાનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ સંતો-મહંતો આશીર્વચન પાઠવશે. આ પ્રસંગે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર સેવકોને નારાયણ સ્મૃતિપત્રકથી સન્માનિત કરવામાં આવશે. નિર્વાણતિથિ નિમિત્તે રાત્રે રામભાવ ભજનનો કાર્યક્રમ યોજાશે. જેમાં દેવરાજ ગઢવી (નાનો ડેરો), યોગેશપુરી ગોસ્વામી, નિલેશ ગઢવી, હરેશદાન ગઢવી, શિવજીભાઈ  વગેરે સંતવાણીની રમઝ૭ બોલાવશે. આ કાર્યક્રમમાં બોર્ડર રેન્જના આઈજી એ.કે. જાડેજા, ચેતન ભાનુશાલી, કચ્છ ચારણ સમાજના પ્રમુખ વિજયભાઈ ગઢવી, યોગેશભાઈ બોક્ષા, સરપંચ સંગઠનના વરજાંગ ગઢવી, ખેતશીભાઈ ગઢવી (મુંબઈ) વગેરે ઉપસ્થીત રહેશે.