ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો

ભચાઉ :  ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં જ પોકેટ કોપની મદદથી બાઈક ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ પીઆઈ જે.એલ. ચૌધરી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બાઈક ચોરીનો આરોપી સામખિયાળીથી ભચાઉ બાજુ આવી રહ્યો હોવાની બાતમી મળતા ભચાઉ કસ્ટમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી ત્યારે બિજલ ઈશ્વરભાઈ વાહણેચા (વાલ્મિકી) (ઉ.વ.ર૬) (રહે. રેલ્વે સ્ટેશનની બાજુમાં, સામખિયાળી)ને મોટર સાથે પકડી પોકેટ કોપની મદદથી એન્જિન અને ચેસીસ નંબર સર્ચ કરી તપાસ કરતા જી.જે.૦૩ ઈ.એચ. ૩૯ર૭ વાળી મોટર સાયકલ બાબતે પૂછતા આ બાઈક ઈશ્વર લુહાર (રહે. સામખિયાળી) આપી ગયો હોવાનુ જણાવતા ૧પ હજારની કિંમતની બાઈક સાથે બિજલ વાહચેણાની ધરપકડ કરી હતી. જ્યારે ઈશ્વર લુહારને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.