ભચાઉ નજીક ૩.૯ની તીવ્રતાના આંચકાથી કચ્છની ધરા ધ્રુજી

 

ભચાઉ નજીક ૩.૯ની તીવ્રતાના આંચકાથી કચ્છની ધરા ધ્રુજી

ભુજ : વાગડ ફોલ્ટ લાઈન સક્રિય બની હોય તેમ અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. મોટે ભાગે ભચાઉ વિસ્તારમાં ભૂકંપનું કંપન નોંધાતું હોય છે, જેની ધ્રુજારી સમગ્ર કચ્છમાં અનુભવાય છે. આજે પણ એવી જ સ્થિતિ અનુભવાઈ હતી. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીના જણાવ્યા પ્રમાણે ભચાઉ નજીક ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો. બપોરે ૧ર.૪૩ કલાકે ૩.૯ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનુું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૯ કિ.મી. દૂર નોર્થ-ઈસ્ટમાં નોંધાયું હતું.

મહત્ત્વની બાબત એ છે કે, ભૂકંપની ધ્રુુજારી વાગડથી લઈ પૂર્વ કચ્છ અને ભૂજ સુધી પણ અનુભવાઈ હતી. પલવાર માટે અમુક લોકોએ ભુજમાં પણ ભૂકંપનો આંચકાનો અહેસાસ કર્યો હતો.