ભચાઉ નજીક ૩.૩ની તીવ્રતાનો કંપન અનુભવાયો

સવારે ૬ઃ૩૬ કલાકે શહેરથી માત્ર ૬ કિ.મી. દુર કેન્દ્રબિંદુ નોંધાયું : વહેલી પરોઢે ૩ઃ૪ર કલાકે શહેરથી ૧ર કિ.મી. દુર કેન્દ્રબિંદુ ધરાવતો ર.૪ની તીવ્રતાનો અનુભવાયો હતો કંપન : ધોળાવીરા નજીક પણ ધરા ધ્રુજી

 

ભુજ : વાગડ પંથકમાં પાછલા લાંબા સમયથી ધરા અશાંત બની છે જેના લીધે દરરોજ કંપનો અનુભવાતા રહેતા હોય છે. ત્યારે ફરી આજે ત્રણ કલાકમાં જ ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા બે તીવ્ર કંપનો અનુભવાતા લોકોમાં ફફડાટ જાવા મળ્યો હતો. વાગડ ફોલ્ટ લાઈન પાછલા દોઢ-બે માસથી એકાએક સક્રિય બની છે. જેના લીધે આ ફોલ્ટ લાઈન હેઠળ આવતા વિસ્તારોમાં કંપનો અનુભવાતા રહેતા હોય છે. જાકે એકાદ માસના જ સમયમાં વાગડમાં ૩થી વધુની તીવ્રતાના પણ ૬ કંપનો નોંધાઈ ચૂક્યા હોઈ એક સંશોધનનો વિષય બની જવા પામ્યો છે. ત્યારે ફરી આજે ત્રણ કંપનો વાગડમાં અનુભવાયા હતા. આજે સવારે ૬ઃ૩૬ કલાકે ભચાઉ શહેરથી માત્ર ૬ કિ.મી. દુર કેન્દ્રબિંદુ ધરાવતો રીકટર સ્કેલ પર ૩.૩ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો. સવારના પહોરમાં આવેલ તીવ્ર કંપનથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ વહેલી પરોઢે પણ ભચાઉથી ૧ર કિ.મી. દુર કેન્દ્રબિંદુ ધરાવતો ર.૪ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો. જ્યારે ધોળાવીરા નજીક પણ ૧.૭ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો.