• પૂર્વ કચ્છ એસપીશ્રી કરાવે તપાસ : તો કઈકના પગ તળે આવે રેલો

ભચાઉના ગોકુલ ગામમાંથી ઝડપાયેલા બાયોડિજલમાં જયદિપ ખાલસાના કડક પુછાણા લેવાય તો બાયોડિઝલના શંકાસ્પદ જથ્થાના વેપલામાં કચ્છની કલાના નામે વ્યાપાર કરતા બની બેઠેલ કૌભાંડ સુધી લંબાય રેલો…!

ગુજરાત સરકારના સીધા નિર્દેશ બાદ કચ્છમાં મહદઅંશે દરોડા પડયા, બેઝઓઈલ-બાયોડિઝલના નામે શંકાસ્પદ ઓઈલના વેપલાઓ મોટા ભાગે ઠપ્પ થઈ ગયા, પણ ભચાઉ-ચિરઈ પટ્ટામાં આ ગેરકાયદેસર ધંધો રહ્યો છે ફુલસ્વીંગમા : કોની છત્રછાયા?

ભચાઉ-ચિરઈપટ્ટામાં ચોરીનો માલ હોય કે પછી જુગારની મોટી કલબ જ કેમ ન હોય..! આ બધું પોલીસની રહેમરાહે જ ચાલે છે..આ બધાયના હપ્તા લેનાર કોણ..? ઓફિસરને પણ મુર્ખ બનાવીને તેમના નામના પણ હપ્તા તો લેવાય છે, અધિકારી તપાસ કરે કે બધાયના નામે કયો મોરલો કળા કરી જાય છે..?

ઓઈલના ગેરકાયદેસર વેંચસાટનો ધંધો મોટાઉપાડે થતો હોય, નેટવર્ક જ આખુ ધમધમતુ હોય, મોટા મોટા વાડાઓમાં સગ્રહમાં આવતો હોય, અને ખાખી તેનાથી અજાણ હોય તેવુ બને ખરૂ?

ગાંધીધામ : બેઝઓઈલ અને બાયોડિઝલના શંકાસ્પદ વેપલાની સામે ખુદ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમા જ લાલઆંખ કરવામા આવી હતી અને મુખ્યપ્રધાનશ્રીએ આવા વેચાણ કરનારાઓ પર તુટી પડવાનો જ સીધો આદેશ આપી દીધો હતો જે બાદ કચ્છમાં મહદઅંશે બેઝઓઈલ અને બાયોડિઝલના કાળા વ્યાપાર પર તવાઈ બોલાવવામાં આવી હતી અને આંશીક રીતે આ ધંધો ઠપ્પ પણ થવા પામ્યો હોવાનો વર્તારો ઉભો થવા પામી ચૂકયો છે પરંતુ બીજીતરફ પૂર્વ કચ્છમાં ખાસ કરીને ભચાઉ-ચીરઈ અને સામખીયાળી સહિતના પટ્ટામાં હજુય પણ બેઝઓઈલના કાળાકારોબારને અંજામ આપનારા તત્વો બેખોફ બનેલા હોય તેમ અહીથી જથ્થાઓ પકડાવવા પામી રહયા છે.
આવા સમયે સબંધિતોમાથી સવાલો ઉઠવાની સાથે જ સુચક ઈશારો પણ સામે આવવા પામી રહ્યો છે કે, કચ્છ આખાયમા બેઝઓઈલનો વેપલો અટકાવી દેવાયો છે તો પછી ભચાઉ, ચીરઈ પટ્ટામાં આ ધંધો હજુ કેવી રીતે બેરોકટોક ચાલી રહ્યો છે? કોની મહેરબાનીથી આ ધંધો ધમધમી રહયો છે? બેજઓઈલની હેરફેર કરવી અથવા તો તેનો સંગ્રહ કરવો તે કોઈ ગણતરીની મિનિટોનુ કામ હોતુ નથી. એટલે મોટા લાવલશ્કર સાથે થતા આ કામોને લઈને ખાખીધારીઓ અજાણ હોય તે પણ માની શકાય તેમ નથી. જાણકારો કહી રહ્યા છે કે જો પૂર્વ કચ્છ એસપીશ્રી તપાસ કરે કે, અહી બેઝઓઈલના વેપલા હજુય પણ કયા ખાખીધારીના વહીવટના આધારે ધમધમી રહ્યા છે? બેઝઓઈલના વેચાણની છુટ આપી અને તેની અવેજીમાં વહીવટ કરનાર-સેકસન લઈ લેનાર ખાખીધારી કોણ છે? જો આ બાબતે કડક તપાસ થશે તો કઈકના પગ તળે રેલો આવે તેમ પણ જાણકારો માની રહ્યા છે.