ભચાઉ-ગાંધીધામમાંથી ૧૬ હજારનો શરાબ પકડાયો

ગાંધીધામ : ભચાઉના માનસરોવરમાંથી જયારે ગાંધીધામની જુની સુંદરપુરી વિસ્તારમાંથી પોલીસે ૧પ,૭૦૦નો શરાબ પકડી પાડયો હતો. બંને બનાવોમાં આરોપીઓ નાસી છુટયા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભચાઉ શહેરના માનસરોવર વિસ્તારમાંથી પોલીસે બાતમી આધારે ૧૧,પ૦૦નો શરાબ- બિયરનો જથ્થો પકડી પાડયો હતો. રેઈડ દરમ્યાન આરોપી કમલેશ ગાગજી સુથાર (રહે માનસરોવર, ભચાઉ) નાસી જતા તેના કબજામાંથી મહેન્દ્ર કેસ્ટો કંપનીનું ટુવ્હીલર જી.જે. ૧ર સી.એન. ૯ર૭૪ કિ.રૂ. ૧પ હજાર સહિત ર૬,પ૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરવા માટે હેડ કોન્સ. ઈન્દ્રસિંહ ઝાલાએ ચક્રોગતિમાન કરેલ છે. બીજીતરફ ગાંધીધામ એલસીબીની ટીમે જૂની સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાંથી વ્હીસ્કીની બોટલો નંગ ૪ તથા ૮ કવાટરિયા અને ર૦ ટીન બીયર મળી ૪,ર૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેઈડ દરમ્યાન અશોક રાયશી માતંગ (રહે જૂની સુંદરપુરી, ગાંધીધામ) નાસી જતા તેના સામે એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. આરોપીને ઝડપી પાડવા સહાયક ફોજદાર હર્ષદભાઈ ઠાકરે ચક્રોગતિમાન કરેલ છે.