ભચાઉમાં જળઅભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ

કેશુભાઈ પટેલ, સંગઠન પ્રભારી બીપીનભાઈ દવે, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પંકજભાઈ મહેતા, વિરેન્દ્રસિંહ જાડેજા,સહિતનાઓ મોભીઓ રહ્યા હાજર

ગાંધીધામ : ગુજરાત સરકાર ગત પહેલી મેથી રાજયભરમાં શરૂ કરેલ સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળઅભિયાનના કામોની સમીક્ષા અર્થે આજ રોજ ભચાઉ સર્કીટ હાઉસ ખાતે બેઠક મળવા પામી હતી. આ બેઠકમાં તાલુકામાં થઈ રહેલા કામોની પ્રગતિ અંગે અહેવાલો મેળવાયા હતા તથા વરસાદ પહેલા કામોને પૂર્ણ કરવાની સુચનાઓ આપવાા આવી છે. આજ રોજ પંકજભાઈ મહેતાની અધ્યક્ષસતામાં મળી હતી જેમાં પ્રભારી બીપીનભાઈ દવે, કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂદ્ધ દવે, વલમજીભાઈ હુંબલ, કુલદીપસિંહ જાડેજા, કેશુભાઈ વાઘેલા, વિકાસભાઈ રાજગોર, બળવંતભાઈ ઠક્કર, નરેશભાઈ ગુરબાણી,ત્રિકમભાઈ છાંગા, શિતલબેન છાંગા, શંભુભાઈ રાધુભાઈ મ્યાત્રા, ડેનીભાઈ શાહ, નામોરી ઢીલા, નામેરી ઢીલા,નરેન્દ્રદાન ગઢવી, નરેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ હાજર રહ્યા હતા.