ભચાઉમાંથી ૪૬ હજારનો શરાબ ભરેલી કાર ઝડપાઈ

દુધઈ માર્ગે મામા દેવ મંદિર પાછળ બાવળોની ઝાડીમાં છાપો મારી સ્વીફટ કાર સહિત ૩.૪૬ લાખનો મુદ્દામાલ કરાયો કબજેઃ ચાલક સહિત બે આરોપીઓ ફરાર

 

ભચાઉ : દુધઈ- ભચાઉ માર્ગે આવેલા મંદિર પાછળ બાવળોની ઝાડીઓમાં છાપો મારી પોલીસે ૪૬ હજારના શરાબ ભરેલી કાર પકડી પાડી હતી. રેઈડ દરમ્યાન કાર ચાલક સહિત બે શખ્સો નાસી છુટ્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ઈન્ચાર્જ પીઆઈ એસ.જે. ભાટિયાને મળેલી બાતમીના આધારે વહેલી પરોઢના ૪ઃ૧૦ કલાકે ભચાઉ – દુધઈ રોડ પર મામા દેવ મંદિર પાછળ બાવળની ઝાડીમાં પીએસઆઈ એમ.એસ. પરમાર તથા સ્ટાફે છાપો મારી જી.જે. ૧ર સી.ડી. ૭૮૮પ નંબરની સ્વીફટ કાર પકડી પાડી હતી. કારમાંથી ૧૮૦ એમએલના કવાટરિયા નંગ ૪૬૦ કિ.રૂા. ૪૬ હજારના મળી આવતાં ૩ લાખની કાર સહિત ૩.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેઈડ દરમ્યાન આરોપીઓ યશપાલસિંહ ગોવિંદજી વાઘેલા (રહે ભચાઉ) તથા રણજીતસિંહ સોઢા (રહે બાપુનગર, ભચાઉ) નાસી જતા તેમના સામે ગુનો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલાનું પીએસઓ મહેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું.