ભચાઉમાંથી શંકાસ્પદ કેબલ વાયરના જથ્થા સાથે પાંચ ઈસમોને કરાયા રાઉન્ડઅપ

ભચાઉ : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ કેબલ વાયરના જથ્થા સાથે પાંચ ઈસમોને ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીધામ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમીના આધારે ભચાઉ-સામખિયાળી હાઈવે રોડ પર આવેલી આઈટીઆઈની પાછળ આરોપીના રહેણાંક મકાનમાં રેડ પાડી હતી. જ્યાંથી આધાર-પુરાવા વગરનો શંકાસ્પદ કેબલ વાયરનો કિંમત રૂા.ર,૧૯-૪૪૦નો જથ્થો મળી આવ્યો હતો. આ રેડ દરમ્યાન ભગુ ઉર્ફે દિનેશ કાથડભાઈ કોલી (ઉ.વ.૩૦), રમેશ કાથડભાઈ કોલી (ઉ.વ.૩૦), નાગેશ રાયધણ કોલી (ઉ.વ.રર), જગમાલ બાબુ કોલી (ઉ.વ.૧૯), પ્રવિણ ભગવાનભાઈ કોલી (ઉ.વ.ર૮)ને રાઉન્ડઅપ કરી આગળની તપાસ ભચાઉ પોલીસને સોંપાઈ હતી.