ભચાઉની ભાગોળે કરૂણાંતિકા : લગ્નની ખુશી માતમમાં ફેરવાઈશિકરા સમીપે ગોઝારો અકસ્માત : ૧૦ના કરૂણ મોત

ટ્રેકટર-ખાનગી બસમાં ધડાકાભેર અથડામણ : ન જાણ્યુ જાનકી નાથે કે સવારે થવાનું છે શું?

એક જ પરીવારના ૧૦ વ્યકિતીઓના મોત થતા લગ્નના ઉત્સવ વચ્ચે શોકનું મોજું ફરી વળ્યું : યુરોસીરામીક કંપની સામે લકઝરી અને ટ્રેકટર વચ્ચે અકસ્માતથી અરેરાટી : ૭થી૮ જેટલા ગંભીર રીતે ઘવાયેલાઓને તાબડતોડ નજીકની હોસ્પિટલ ખસેડાયા :૯ના તત્કાળ, ૧નું સારવાર દરમ્યાન મોત : પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ

 

એક જ પરીવાના નવ વ્યકિતઓના મોતથી કચ્છભરમાં હાહાકાર
ગાંધીધામ : ભચાઉની ભાગોડે આજ રોજ સર્જાયેલા ગોજારા અકસ્માતથી શિકરા-ભચાઉ -વાગડ સહિત જિલ્લાભરમાં હાહાકાર મચી જવા પામી ગયો છે. શિકરાથી વિજપાસર ગામે લગ્નપ્રસંગે મામેરૂ લઈ જતા પટેલ પરીવારના દસ વ્યકિતઓના મોતથી શિકરા સહિત સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામી હતી અને લગ્નનો ઉત્સવ માતમ-શોકમાં છવાઈ જવા પામ્યો હતો.

 

 

એસપી ભાવનાબેન પટેલ ભચાઉ દોડી ગયા
ગાંધીધામ : ભુજ-ભચાઉ વાયા દુધઈ હાઈવે ઉપર યુરો સીરામીક કંપની સામે સર્જાયેલા ગોજારા અકસ્માતની જાણ થતા પૂૃવ કચ્છ એસપી ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ સવારે ભચાઉ પાસે ગોજારા અકસ્માતમાં શીકરા ગામના પટેલ પરીવારના દસ વ્યકિતઓના મોત થયાના સમાચાર મળતા જ પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ ઘટનાસ્થળે તથા હોસ્પિટલ દોડી ગયા હતા. અને મૃતેકોના પીએમ કરાવડાવી તાત્કાલીક તેમના પરીવારજનોને સુપરત કરાવવા તપાસનીશ અધિકારીને સુચનાઓ આપી હતી.

 

વાગડ વેલ્ફેરમાં ઈજાગ્રસ્તોને સારવાર્થે ખસેડાયા
(૧.) નાનજી હીરા અનાવાડીયા ઉ.વ.૭પ (ર.) હંસાબેન અરવિંદ પટેલ ઉ.વ.રપ (૩.) શાંતાબેન આણંદા પટેલ ઉ.વ.૪૦ (૪)નીતાબેન સતીષ ચામરીયા ઉ.વ.૩૦ (પ)હેતલબેન પેથાભાઈ પટેલ ઉ.વ.૧પ(૬) રમેશ ધનજી સથવારા ઉ.વ. ૪ર (૭) રમીલાબેન રતનશી પટેલ ઉ.વ.૩૬(૮)વિવાન સતીષ ચામરીયા ઉ.વ.૧ર(૯)આર્યન અરવિંદ પટેલ ઉ.વ.૧૦(૧૦)ક્રીસ રમેશ પટેલ ઉ.વ. પ (૧૧)ખીમાભાઈ નાનજી અનાવાડીયા ઉ.વ.પપ

 

 

રોડનું કામ અકસ્માતનું કારણ : પ્રાથમિક તપાસનું તારણ
ખાનગી ટ્રાવેલ્સની લકઝરીના પતરામાં લોકો ચીરાયાં..’ને શિકરા રોડ મૃતકોની ચીચીયારીથી ગાજી ઉઠયો..!
ગાંધીધામ : આજ રોજ ભચાઉના શિકરા પાસે ટ્રેકટર અને ખાનગી લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવવા પામી ગયો છે. જેનામાંં ઘટનાસ્થળે જ દસ લોકોના મોત નિપજી ગયા છે. સવારે પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો છે અને બિનસત્તાવાર રીતે પ્રાથમિક રીતે તપાસમાં બહાર આવતી વાત અનુસાર અહી રોડનું કામ લાંબા સમયથી ચાલી રહ્યુ છે જે હજુય પણ પડતર જ અવસ્થામાં છે ત્યારે આ રોડના ચાલતા કામના લીધે મામેરૂ લઈને જતા લોકેાથી સવાર ટ્રેકટર રોંગસાઈડમાં નાછુટકે ચાલીરહ્યુ હતુ ત્યારે સામેથી આવતી લકઝરી બસ સાથે તેની અથડામણ થવા પામી હતી અને જેમાં લકઝરીના તરામાં લોકો ચીરાતા મૃતાંક વધ્યો હોવાનુ મનાય છે.

 

વાગડ વેલ્ફેર હોસ્પિ.ના તબીબો ખડેપગે
ગાંધીધામ : ભચાઉ શહેરની ભાગોળે થયેલા ગોજારા અકસ્માતની જાણ થતા ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પિટલના તબીબો મનહર શાહ, ઈશ્રવભાઈ ઓઝાન, તથા હોસ્પિટલનો તમામ સ્ટાફ તાત્કાલીક હોસ્પિટલ દોડી આવેલ અને ઈજાગ્રસ્તોને તાકીદની સારવાર આપી હતી.

 

માનવતા મહેકી : આગેવાનો-મોભીઓ રાહત-બચાવમાં જોતરાયા
ગાંધીધામ : ભચાઉના શિકરા પાસે આજ રોજ સર્જાયેલા ગંભીર અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાવવા પામતા સ્થાનિકના અધિકારીઓ-આગેવાનો પણ ક્ષણવારનો વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાહત-બચાવની કામગીરીમાં યર્થાથ મદદરૂપ થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આજ રોજ ઘટનાસ્થળે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડીવાયએસપી રાકેશ દેસાઈ, ધમેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ પટેલ, ભરતભાઈ ઠકકર, હેમંતસિંહ જાડેજા, ઉમીયાશંકર જોધી, કાના જગા રાવરીયા, વાઘીભાઈ છાંગા, પ્રદીપસિંહ જાડેજા, નારાણભાઈ સંઘાર, જયેન્દ્રસિંહ જાડેજા(શિકરા સરપંચ), પી.આઈ. શ્રી પંડયા, પી.આઈ શ્રી ગોડાણીયા, ચીના મારાજ, ગણેશ પટેલ, કરસન સોની, પ્રભાતસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા, સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ગોઝારા અકસ્માતમાં કાળનો કોળીયો બનેલાઓની યાદી
(૧) કંકુબેન ભીમાભાઈ અનાવડીયા ઉ.વ.૬૦ રહે.શિકરા
(ર) પમીબેન નરશીબેન અનાવાડીયા ઉ.વ.પપ રહે.શિકરા
(૩) જીગ્નાબેન ઈશ્રવરભાઈ ભુટક ઉ.વ.રપ વિજપાસર
(૪) દયાબેન મુળજીભાઈ અનાવાડીયા ઉ.વ. ૭પ રહે. શિકરા
(પ) માનાબેન રતાભાઈ અનાવાડીયા ઉ.વ.પ૦ રહે. શિકરા
(૬) નીશાબેન પેથાભાઈ અનાવાડીયા ઉ.વ. ૧૭ રહે. શિકરા
(૭) રામાબેન માદેવાભાઈ અનાવાડીયા ઉ.વ. ૬૦ રહે. શિકરા
(૮) કિશોર મુળજી અનાવાડીયા ઉ.વ. ૧૦ રહે. શિકરા
(૯) વિશાલ રમેશ અનાવાડીયા ઉ.વ. ર૦ રહે. શિકરા

 

 

ભચાઉ તાલુકાના શિકરા ગામે ગોઝારા અકસ્માતમાં
જાન ગુમાવનાર લોકો પ્રત્યે શોક વ્યકત કરતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિર
ગાંધીધામ : આજરોજ ભચાઉ તાલુકાના શિકરા ગામે ગોઝારા અકસ્માતમાં જાન ગુમાવનાર લોકો પ્રત્યે સામાજીક શૈક્ષણિક અને પછાતવર્ગ કલ્યાણમંત્રી એવા કચ્છી મંત્રી વાસણભાઈ આહિરએ શોકની લાગણી વ્યકત કરી હતી અને તેઓને ભાવભીની શ્રધ્ધાંજલી પાઠવી તેઓના પરીવારજનોને સાવત્ના પાઠવી હતી.
આ અકસ્માતની જાણ થતાં જ વાસણભાઈ આહિરએ ભચાઉ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.આર.ગોઠાણીયાને તાત્કાલીક બનાવના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલે પહોંચાડવા તથા જરૂરી મદદરૂપ થવા સુચના આપી હતી. તથા વહીવટી તંત્રના અધિકારી ગણને પણ જરૂરી વ્યવસ્થા ગોઠવવા સુચના આપી હતી. અંતમાં આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.

 

મૃતાંક ૧૦ : વાગડ વેલ્ફેરમાં વધુ એકે દમ તોડયો
લકઝરીનો ડ્રાયવર ફરાર : ટ્રોલીના ડ્રાયવર અંગે પોલીસ સહિતનાઓ અજાણ
ગાંધીધામ : ભચાઉના શિકરા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકચોટ મૃતાંક નવ થવા પામ્યો હતો. જયારે સારવાર દરમ્યાન વધુ એક વ્યકિતએ દમ તોડી દીધો હોવાનુ વાગડ વેલ્ફેર હોસ્પિટલના ઈન્ચાર્જ ઈશ્વરભાઈ ઓજાએ જણાવ્યુ છે. આ મામલે ઈશ્વરભાઈએ જણાવ્યા મુજબ અકસ્માતમાં ઈજાગ્રસ્તો પૈકીના નાનજી હીરા અનાવડીયા ઉ.વ.૭પનાઓને સારવાર કારગત નિવડે તે પહેલા જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે પોલીસ અધિકારી શ્રી ગોઢાણીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, મૃતાક દસ થયો છે અને વાગડ વેલ્ફેરમાં સારવાર દરમ્યાન વધુ એક વ્યકિતનું મોત થયાનું તેઓને જાણ થઈ હોવાનુ જણાવ્યુ હતુ. તો વળી લકઝરીનો ડ્રાયવર નાશી છુટયો છે જયારે ટ્રોલીના ડ્રાયવરને સારવાર અર્થે કયાં લઈ જવાયો છે તે અંગે હજુ સુધી જાણ થવા પામી ન હોવાનુ શ્રી ગોઢાણીયાએ ઉમેર્યુ હતુ.

 

વાગડવાસી મુંબઈઘરાઓમાં પણ શોકની લાગણી
ગાંધીધામ : આજ રોજ ભચાઉના શિકરા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી છે ત્યારે મુંબઈઘરા વાગડવાસીઓ પણ કચ્છમાં જ લગ્નોત્સવોમાં હાજરી આપવા આવેલા હતા તેઓને પણ આ ગંભીર કરૂણાંતીકાના સમાચાર મળવા પામતા મુંબઈઘરા વાગડવાસીઓમાં પણ શોકની લાગણી ફરી વળી હતી. ઘટનાની જાણ જતા મામલતદાર કાન્તીલાલ વરસાણી, તાલુકા વિકાસ અધિકારી રિઝવાનભાઈ, ભાડાના પૂર્વચેરમેન વીકાસ રાજગોર સહિતનાઓ હાજર રહ્યા હતા.

 

રંઘોળાકાંડના શુન્ય બોધપાઠના વરવા પરીણામ

પોલીસ-આરટીઓ-પ્રજાજનોની ‘પાંકે કુરો’ની ઘાતક નીતીના માઠા અંજામ

સૌ પ્રથમ તો ટ્રેકટર માલવાહન વ્હીકલ છે..તેમાં મુસાફરો બેસાડવા આપોઆપ જ બની જાય છે ઘાતકી : સામાપક્ષે ખાનગી લકજરીઓને યમદુત સમાન અવસ્થામાં-નિયમોની નીતી-રીતીના ખુલ્લેઆમ ધજાગરા ઉડીને દોડતી રાખવાની આંખમિચામણા ભરી તંત્રોની નીતી ખુલ્લીને ફરી સામે આવી : માલવાહક ખુલ્લા વાહનોમાં પસેન્જર લઈને જવાની ઘાતક નીતી ખુદ લોકોએ પણ ત્યજવી જ રહી

ગાંધીધામ : ભાવનગરના રંગાડા પાસે તાજેતરમાં જ એક જાન લઈને જઈ રહેલી ટ્રેક પુલીયામાં ખાબકી જતા ૪૦થી વધુ જાનૈયાઓના તબક્કાવાર કરૂણ મોત નિપજી જવાની ઘટના બની હતી. આ ઘટના બન્યા બાદ પોલીસ-આરટીઓ સહિતના તંત્રવાહકો દ્વારા અનેકવિધ શબક લેવાની વાતો થવા પામી હતી પરંતુ જાણે કે રાત ગઈ અને વાત ગઈના તાલે જ બધુ વિસરાઈ જતુ હોય તેમ ફરીથી કચ્છના ભચાઉના શીકરા સમીપે આજ રોજ ફરીથી આવી જ એક ગંભીર ઘટના બની જવા પામતા તંત્ર સામે પણ સવલાો ખડા થવા પામી રહ્યા છે. રેંઘોળાકાંડનો શુખ્ય બેાધપાઠના જ આ વરવા પરીણામ કહી શકાય તેમ છે. પોલીસ-આરટીઓ અને ખુદ પ્રજાજનોએ પણ પાંકે કુરોની નીતી રીતી ત્યજવી જ રહી.

 

ગાંધીધામ : ન જાણ્યુ જાન કી નાથે કે સવારે થવાનુ છે શું..?આબેહુબ આ જ ઉકિતનુસાર આજ રોજ પૂર્વ કચ્છના ભચાઉ શહેરની ભાગોળે સવારે મામેરૂ લઈને ખુશીથી નીકળેલ શિકરા ગામના એક જ પરીવારના લોકોને માર્ગમાં જ અકાળે યમદુતનો ભેટો થવા સમાન કરૂણાતીંકા સર્જાવવા પામી જતા શિકરા, વાગડ સહિત જિલ્લાભરમાં હાહાકાર મચી જવા પામી ગયો છે. ભચાઉ શહેરની ભાગોળે યુરો સીરામીક કંપની સામે ગમખ્વાર અકસ્માત આજે સવારના સુમારે સર્જાયો હતો. લકઝરી અને ટ્રેકટર ટ્રોલી સામસામે અથડાતા અહી ગંભીર-ગમખ્વાર કરૂણ અકસ્માત સર્જાવવા પામી ગયો હતો. ટ્રેકટરમાં સવાર વ્યકિતઓ પૈકી સાત મહીલા અને એક બાળકનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ જયારે એક પુરૂષને હેાસ્પિટલ લઈ જતા દમ તોડી દેતા એકચોટમૃતાંક નવ થવા પામી ગયો હતો. તો વળી એક ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિનું સારવાર દરમ્યાન વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં મોત નિપજતા મૃતાંક બપોરે ર વાગ્યા સુધી ૧૦ થવા પામ્યો હતો. મામેરૂ લઈ જતા શિકરા ગામના પટેલ પરીવારના દસ વ્યકિતઓના મોતથી શિકરાના ગ્રામજનો તથા સમગ્ર વાગડ સહિત કચ્છભરમાં શોકનું મોજું ફરી વળ્યુ હતુ. તો વળી લગ્નનો ઉત્સવ શોકમાં પલટાતા પરીવારજનોમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી જવા પામી ગઈ હતી.
પ્રાપ્ત થતી વિગતો મુજબ