ભચાઉની ‘દારૂ- ખેપ’માં ભાગબટાઈની ભાંજગડ?

ગાંધીધામ : ગાંધીધામ : પૂૃર્વ કચ્છમાં ફરીથી અંતરીયાળ વિસ્તારોમાં દારૂની મોટી ખેપ અને તેના જથ્થાઓ ઉતરતા હોવાના એક પછી એક ઘટનાક્રમો સતત સામે આવવા પામી રહ્યા છે. કયાંક વાડી વીસ્તારોમાં તો કયાંક રણવચાળે દારૂના તગડા જથ્થા ઉતરી રહ્યા છે, કટીંગ થઈ રહ્યા છે તેવા ઘટનાક્રમોનું ધીરે ધીરે પુનરાવર્તન થવા પામી રહ્યુ છે.
દરમ્યાન જ ભચાઉના રણપટ્ટામાં પણ તાજેતરમાં જ સ્થાનિક પોલીસતંત્ર દ્વારા પણ ર૧ લાખથી વધુના દારૂના જથ્થાને બરાબર કટીંગ થતી વખતે જ ધસી જઈ અને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે ત્યારે આવા જથ્થાઓ ઝડપાવવા તો આવકારદાયક જ બની રહ્યા છે પરંતુ તેની પાછળ કોણ કામ કરી રહ્યુ છે તેને લઈને પણ ચર્ચાઓ તેજ બની જવા પામી રહી છે.
અંતરંગ વર્તુળોની વાત માનીએ તો અહી સૌથી મોટો સવાલ એ જ થવ પામી રહ્ય છે કે, કચ્છ બોર્ડર રેન્જના પોલીસ વડા શ્રી પીયુષ પટેલ રજાપર ઉતરતા જ દારૂની તગડી અને મોટી ખેપ ઉતરવાની કેમ શરૂ થવા પામી ગઈ છે? ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા કટીંગ થતા માલ પર જ દરોડો પાડી દીધો ત્યારે જિલ્લાની કઈ એજન્સીના ખાખીધારીતત્વો ત્યા સ્થળ પર હાજર મળી આવ્યા હતા અથવા તો જોવા મળ્યા હતા અને શ માટે? આ સવાલ પણ સુચક માનવામા આવી રહ્યો છે. રણપટ્ટામાં દારૂના કટીંગથી વિવિધ તર્કવિતર્કો ફેલાવવા પામી રહ્યા છે. એક ઈશારો તો એવો પણ આવી રહ્યુ છે કે, દારૂની તગડી અને મોટી ખેપ ઉતારનારા ‘રાજપાલ’ કોણ છે? તે મામલે પણ ઘનીષ્ઠ તપાસ કરવી જરૂરી છે. તો દારૂ કયાંથી આવે છે, કેવી રીતે લવાયા છે, તેના માટે કોને કોને કેટકેટલા સેકસન આપવામા આવે છે તે સહિતની વિગતોના ખુલાસા થવા પામી શકે તેમ કહેવુ પણ અસ્થાને નહી કહેવાય. કહેવાય
કે, જો ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ઉંડાણપૂર્વકની છાનબીન હાથ ધરે તો દારૂની ખેપ આવી અને કચ્છમાં ઠલાવવા પછવાડે કયાંક ને કયાંક છાના છપના ખાખીના જ ખેલ અથવા તો ખાખીના જ ઈશારે થતા હોવાના પણ મોટા ખુલાસા થવાની વકી સેવવામા આવી રહી છે. જો કે, સ્થળ પર દરોડો પાડનાર ભચાઉના પોલીસ અધિકારી શ્રી ગોઢાણીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, જથ્થો પકડયો છે તેની ધોરણસરની કાર્યવાહી ચાલી રહી છે. તપાસ તેજ બનાવાયેલી છે. ઉપરાંત અન્ય કોઈ એજન્સીના કર્મચારીઓ જયારે રેડ કરવામા આવી ત્યારે ત્યા હયાત ન હોવાની વાત તેઓએ કરી હતી.