ભચાઉ : શહેરના માનસરોવર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી તસ્કરી કરાઈ હતી. આરોપીઓએ મકાનની ગ્રીલ તોડીને અંદર ઘૂસી રોકડ રૂા. ૮ હજાર અને ૯૩રપ ની એક સોનાની વીંટી મળીને ૧૭૩રપ ની તસ્કરી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉના માનસરોવરમાં રહેતા અને રેડીમેડ કપડાની દુકાન ધરાવતા મોહમદ નજીર સુલેમાન (ઉ.વ.૩૩)એ બનાવ અંગે ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના રહેણાંક મકાનની બારીની ગ્રીલ તોડીને અજાણ્યા ચોર ઈસમો ઘરમાં ઘૂસ્યા હતા. ઘરમાં રહેલ તિજોરીમાંથી રોકડ રૂા. ૮ હજાર અને એક સોનાની વીંટી મળીને કુલ્લ રૂા. ૧૭,૩રપ/-નો હાથ માર્યો હતો. બનાવને પગલે ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એન. વી. રહેવરે આગળની તપાસ હાથ ધરી છે.