ભચાઉના બટિયા તળાવ માંથી લાશ મળી આવી

ભચાઉ : શહેરના બટિયા તળાવમાંથી આજે બપોરે આધેડની લાશ મળી આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આ બાબતે મળતી માહિતી પ્રમાણે તળાવમાં એક વ્યક્તિની લાશ તરતી જોવા મળતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. જેથી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તરવૈયાઓની મદદથી તળાવમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી. પ્રથમ નજરે જોતા એવું અનુમાન લગાવાયું છે કે હતભાગી આધેડે કોઈ બીમારીના કારણોસર તળાવમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હોઈ શકે છે. હતભાગીના શરીર સાથે પેશાબની કોથળી પણ મળી આવી હતી. હાલમાં ઓળખ ચાલુ હોવાનું ભચાઉ પોલીસે જણાવ્યું હતું.