ભચાઉના જસાપર વાંઢમાંથી બંદુક સાથે શિકારી ઝડપાયો

શિકાર કરવા જતો શિકારી ખુદ શિકાર બની ગયો 

વન્ય જીવોની શિકારની પ્રેરવી કરતા શખ્સને સામખિયાળી પોલીસે ઘરબોચ્યો : દેશી બનાવટની બંદુક કરાઈ કબ્જે

ભચાઉ : તાલુકાના જસાપર વાંઢ ગામની સીમમાં વન્ય જીવોનો શિકાર કરવાની પ્રેરવી કરતો શિકારી ખુદ પોલીસનો શિકાર બની ગયો હતો. પોલીસે દેશી બનાવટની બંદુક સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ સામખિયાળી પોલીસ સ્ટેશનના વરિષ્ટ પીએસઆઈ જે.એમ. ગઢવીની સૂચનાથી સામખિયાળી પોલીસ મથકના પીએસઆઈ એચ.એમ. પટેલ તથા સહાયક ફોજદાર પરજયેશકુમાર પારંગી, હેડ કોન્સ ભરતભાઈ જાદવ સાથે સ્ટાફના કમલેશભાઈ ચાવડા, મિતેશદાન ગઢવી, શૈલેષભાઈ જેઠવા સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં દારૂ જુગાર જેવી અસામાજિક બદીઓના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી રાહે હકિકત મળેલ કે જસાપર વાંઢ ગામની સીમમાં વન્ય જીવોનો શિકાર થતો હોવાની ચોક્કસ બાતમી આધારે પોલીસ ટુકડી તે તરફ ધસી જતા જસાપર વાંઢમાં રહેતા ઈસ્માઈલ હમીર ત્રાયા (ઉ.વ.૩ર) જે બાવળોનીફ ઝાડીમાં છુપાઈને બેઠો હતો અને કોઈ વન્ય જીવનો શિકાર કરે તે પહેલા તેને દેશી બનાવટની બંદુક કિં.રૂ. પ૦૦૦ સાથે ધરબોચી લીધો હતો. આરોપી પાસેથી પલ્સર મોટર સાયકલ નંબર જીજે. ૧ર. સીએફ. ૭૬૪૭ કિં.રૂ. ૪૦ હજાર તેમજ એક છરી મળી ૪પ૦૦૦/-નો મુદ્દામાલ કબજે લઈ આરોપી સામે આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીએ ગેરકાયદેસર બંદુક કોના પાસેથી મેળવેલ અને આથી અગાઉ કેટલા વન્ય જીવોનો શિકાર કર્યો હતો તેની સાથે શિકારી ટોળકીમાં કોણ કોણ શખ્સો સામેલ છે તે વિગતો અંકે કરવા ઝીણવટ પૂર્વકની પૂછપરછ હાથ ધરેલ છે.