ભચાઉના જમાઈ તેમજ વલસાડના એસપીની ઝાંબાઝ કામગીરી

૩૦ કરોડની ખંડણી અને અપહરણના કેસમાં આંતર રાજ્ય ગેંગના ૭ સાગરિતોને ઝડપી પાડતા મુખ્યમંત્રી દ્વારા કરાયું સન્માન

ભચાઉ : વલસાડના એસપી તરીકે કાર્યરત અને કચ્છના ભચાઉના જમાઈ એવા ડો.રાજદીપસિંહ ઝાલા દ્વારા સરાહનીય કામગીરી કરીને ખંડણીખોર આંતર રાજ્ય ગેંગના ૭ સાગરિતોને ઝડપી પાડ્યા છે અને વલસાડ પોલીસને મોટી સફળતા અપાવી છે જે બદલ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા તેમનું સન્માન કરાયું છે. આ અંગેની વિગતો મુજબ વલસાડ એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ ૩૦ કરોડની ખંડણી અને અપહરણના કેસમાં ચંદન સોનારા આંતર રાજ્ય ગેંગના ૭ સાગરિતોને ઝડપી પાડ્યા છે. વલસાડ એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સરાહનીય કામગીરી બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તેમનું સન્માન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, વલસાડના એસપી રાજદીપસિંહ ઝાલા ભચાઉના વનરાજસિંહ રણજીતસિંહ જાડેજાના જમાઈ થાય છે તો વનરાજસિંહ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના ભાઈયાત થાય છે તેથી કચ્છ વાગડમાં પણ વાગડના જમાઈની ઝાંબાજી ભરી કામગીરીની સરાહના થઈ રહી છે અને શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.