ભચાઉના ચોપડવા નજીક મીઠાના અગરમાં સૂતેલા બે શ્રમિકો પર ડમ્પર ચડી જતા મોત

બનાવને પગલે શ્રમિકોના પરિવારજનોમાં શોક સાથે અરેરાટી : ભચાઉ પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ

ભચાઉ : તાલુકાના ચોપડવા નજીક મીઠાના અગરમાં સૂતેલા બે અગરિયા પર ડમ્પર ફરી વળતા બન્નેનું મોત નીપજ્યુ હતુ. ઊંઘમાં જ બન્ને શ્રમિકોની આંખો કાયમ માટે મીંચાઈ ગઈ હતી. બનાવને પગલે શ્રમિકોના પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.
ભચાઉના ચોપડવા નજીક આવેલ શ્રીરામ સોલ્ટ કંપનીમાં હિટાચી મશીનમાં ડ્રાઈવર તરીકે કામ કરતાં મૂળ એમપી ગોપાલ રામમણી યાદવે ભચાઉ પોલીસ મથકે જીજે-12 બીટી-4998 નંબરના ડમ્પરચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે પોલીસે વિગતો આપતા કહ્યુ હતુ કે, ફરિયાદીના પિતરાઈ ભાઈ બાજબહાદુર યાદવ અને ઓડિસાના નરેન્દ્ર રામાસીંગ સાથે કામ કરતા હતા. બન્ને હિટાચી મશીનમાં ઓપરેટર અને હેલ્પર તરીકે કામ કરતા તરીકે કામ કરતા હતા. ત્રણેક દિવસથી નરેન્દ્રને મળવા તેના વતનથી ભીમા ખુપા મરંદી નામનો યુવક પણ આવ્યો હતો. મોડી રાત સુધી શ્રીરામ સોલ્ટની બીજી સાઈટ ગુજરાત સોલ્ટમાંથી મીઠું ભરતાં હતા. અને ફરિયાદીના પિતરાઈ બાજબહાદુર યાદવ તેમજ ભીમા ખુપા મરંદી સાઈડ પર સૂઈ ગયાં હતા. દરમિયાન આરોપી ડમ્પર ચાલકે વાહન રીવર્સમાં લેતાં બંને યુવકો કચડાઈને મોતને ભેટ્યા હતા. હતભાગીઓના મૃતદેહોને પોલીસે ભચાઉ સરકારી હોસ્પિટલમાં ખસેડીને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.