ભચાઉના આધોઈમાં મકાનમાં રહેવા બાબતે યુવાન પર હુમલો

લાકડી, ધારીયા અને પથ્થર વડે માર મરાતા સામખિયાળી પોલીસ મથકે બે શખ્સો વરૂદ્ધ ફોજદારી

ભચાઉ : તાલુકાના આધોઈ ગામે મકાનમાં રહેવા બાબતના મનદુઃખે યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. બે શખ્સોએ લાકડી, ધારીયા અને પથ્થર વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દેવુભા ગોકળભા ગઢવીએ આરોપી નારાણભા પુનાભા ગઢવી અને રઘુભા પુનાભા ગઢવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી આધોઈમાં જીતુભાની દુકાન સામે રોડ પર હતા ત્યારે આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો.નવલબેન ઓસવાળના મકાનમાં રહેવા બાબતના મનદુઃખે મારામારી કરાઈ હતી. આરોપીઓએ ફરિયાદીને પથ્થર, લાકડી અને ધારીયા વડે માર મારીને ઈજાઓ પહોંચાડી હતી, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા સામખિયાળી પોલીસ મથકે ગુનો નોધાયો હતો. જેને પગલે હેડ કોન્સ્ટેબલ કિશોર ડોડિયાએ આગળની તપાસ હાથ ધરી છે.