બ્રીટનમાં દાઉદનું નીકળ્યું દેવાળું : કરોડોની સંપત્તી જપ્ત

ભારતની અપીલ પર બ્રીટીશ સરકારની સૌથી મોટી કાર્યવાહી

લંડનઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને માટે માઠાખબર રૂપ અહેવાલો આજ રોજ સામે આવવા પામ્યા છે. બ્રીટનના એક અખબારમાં આવેલા અનુસાર દાઉદનું બ્રીટનમાંથી દિવાળું જ કાઢી નાખવામાઆવ્યુ છે. કહેવાય છે કે, બ્રીટનમાં દાઉદની કરોડોની સંપત્તી ટાંચમાં લઈ લેવામાં આવી છે. નોધનીય છે કે પ્રથમજ વખત બ્રીટીશ સરકાર દ્વારા દાઉદની સામે કાર્યવાહી કરવામા આવી છે.
દાઉદની અરબોની સંપત્તી સીજ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ભારત દ્વારા બ્રીટનને આ કાર્યવાહી કરવા અપીલ કરી હતી માટે બ્રીટન સરકાર દ્વારા ભારતીય ગૃહમંત્રાલયને આ કામગીરી અંગે માહીતી સાર્વજનીક કરી રહી છે. ભારત આ મામલે બ્રીટનને અગાઉ પણ ડોજિયર સોપી ચૂકયા છે.