બ્રીટનના પીએમની હત્યાનું કાવતરૂં નાકામ

લંડન : આતંકવાદીઓ દેશ-દુનીયામાં ઠેર ઠેર પોતાનો ડોળો મંડરાવી રહ્યા છે. દરમ્યાન જ ઈંગ્લેન્ડના મહીલા પીએમ થેરેસા પર પણ આતંકી જાખમ તોળાતુ હતુ. તેઓ પર આતંકીઓ ત્રાટકે તે પહેલા જ બે શખ્સોને જડપી લેવામા આવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ડાઉનીંગ સ્ટ્રીટના દરવાજા ઉડાવી અને અહીના પીએમની હત્યાનું કાવતરૂ ઘડવામ આવ્યુ હોવાનુ પ્રાથમિક તપાસનમાં ખુલાસો થવા પામી ગયો છે. પોલીસને બાતમી મળતા જ તેઓએ તપાસ શરૂ કરી હતી અને બે શખ્સોની પોલીસે અટકાયત કરી લીધી છે.