બ્રિટનની સંસદ પર ત્રાસવાદી હુમલો

લંડનઃ બ્રિટનની સંસદ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે એક કાર સંસદ ફરતેના સલામતી આડશોમાં ઘુસાડી દેવામાં આવી હતી. આમાં ત્રણ જણને ઇજા થઇ હતી. આ ઘટના સંદર્ભે સ્કોટલેન્ડ યાર્ડના આતંકવાદ વિરોધી એકમે આતંકવાદના અપરાધની શંકાથી એક જણની ધરપકડ કરી છે. આ અંગે
મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે સવારે ૭-૩૭ કલાકે એક કાર સંસદગૃહની બહારની સ્ટીલની સુરક્ષાવાડ સાથે ટકરાઈ હતી. તેના વાહનચાલકની અધિકારીઓએ અટક કરી છે. મધ્ય લંડનના વેસ્ટમિનિસ્ટર ખાતેના સંસદગૃહ સંકુલની ફરતે મસમોટા સ્ટીલના અંતરાય સાથે ભટકાઈ હતી. પહેલી નજરે એમ લાગે છે કે વાહનચાલક કદાચ સંસદ ભવન સુધી પહોંચવા ઈચ્છતો હશે. સ્કોટલેન્ડ યાર્ડના સશસ્ત્ર અધિકારીઓએ ત્રાસવાદના અપરાધની શંકાથી એક જણની ધરપકડ કરાઈ હતી. વડાં પ્રધાન ટેરીસા મૅએ તાકીદની સેવા વિભાગનો આભાર માન્યો હતો. ગૃહ ખાતાના પ્રધાન સાજીદ જાવેદે ઝડપથી કામગીરી આરંભનાર તાકીદની સેવા વિભાગનો આભાર માન્યો હતો. લંડનના મેયર સાદીક ખાને કહ્યું કે હું પોલીસ સાથે સતત સંપર્કમાં છું. પોલીસનો આતંકવાદ વિરોધી કમાન્ડ વિભાગે અન્વેષણની આગેવાની લીધી છે. લંડન એમ્બ્યુલન્સ સેવા વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે ઇજાગ્રસ્ત બે જણની સારવાર કરી છે. સંસદ સ્ક્વેરની આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરાઈ છે. વેસ્ટમિનિસ્ટર ટ્યૂબ સ્ટેશનને બંધ કરી દેવાયું હતું.