બ્રિક્સ સંમેલનઃ સાંભળો ચીની રિપોર્ટર શુદ્ધ હિન્દીમાં લલકારે છે બોલિવૂડનું આ ગીત

ચીનના શ્યામીન શહેરમાં બ્રિકસ સંમેલન ચાલી રહ્યું છે ત્યારે એખ ચીની રિપોર્ટર સંપૂર્ણ રાગમાં હિંદી ફિલ્મ નૂરીનું ગીત ગાઈ રહી હતી.જે બધાને ખૂબ પસંદ આવ્યું છે તેણે જણાવ્યું હતું કે ચીનમાં હિંદી ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવતી હોય છે તેથી ઘણા લોકોના મોંએ હિંદી ગીતો સરળતાથી ચઢી જાય છે. ઉલ્લેખનીય છે તે થોડા સમય પહેલા દંગલ ફિલ્મે પણ ચીનમાં અધધ કમાણી કરી છે. બ્રિકસમાં આવેલી ચાઇના રેડિયોની પત્રકાર મહિલા તાંગ યુઆંગઇને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેને હિન્દી ભાષા આવડેછે ત્યારે તેણે કહ્યું કે થોડી થોડી. ત્યાર બાદ તાંગને હિંદી ગીત સંભળાવવા માટે કહ્યું તો તેણે બોલિવૂડની ૧૯૭૯માં આવેલી નૂરી ફિલ્મનું ગીત આજા રેપઆજા રે ઓ મેરે દિલબર આજા એ ગીત સરસ રીતે ગાઈ સંભળાવ્યું હતું.