(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે રેડ કરી ૧૦ હજારના મુદ્દામાસ સાથે આરોપીની ધરપકડ કરી હતી. આ હુક્કાબારમાં બહારથી લોકોને બોલાવી પરમીટ વિના હુક્કાબાર ચાલાવતો હોવાનું સામે આવ્યું છે.બનાવની મળતી માહિતી પ્રમાણે, બોપલ એસપી રિંગ રોડ ખાતે ઝોન – ૭ ડિસીપી સ્કવોડની ટીમ માડો રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓએ રાત્રિ કફર્યૂમાં ચાલી રહેલા હુક્કાબાર પર દરોડો પાડ્યો હતો. આ લોકો નાઈટ કફર્યૂનો ભંગ કરી હુક્કાની પાર્ટીઓ માણી રહ્યા હતા. જેથી પોલીસે હુક્કાબારનાં સંચાલક અને બોપલમાં રહેતો કેવલ પટેલ નામનાં યુવકની ધરપકડ કરી હતી.જો કે, પોલીસ દ્વારા કેફેની તપાસ કરવામાં આવતા તેમાથી જુદા જુદા પ્રકારના ૪ હુક્કા સહિત ૪૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સરખેજ પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરકાર દ્વારા હુક્કાબાર પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. તો પણ શહેરના ઘણા વિસ્તારોમાં લોકો બેફામ હુક્કાબાર ચલાવતા હોય છે. થોડાક દિવસો પહેલા જ જુહાપુરમાં એક રહેણાંક મકાનમાં રાત્રિ કફર્યૂ દરમિયાન હુક્કાબાર ચલાવતા યુવકની ધરપકડ કરવામા આવી હતી. તો બીજી એક કિસ્સામાં થલતેજ- શીલજ રોડ પર બેફામપણે ચાલતા હુક્કાબાર પર સોલા પોલીસે ૨૫ જુલાઈએ દરોડો પાડ્યો હતો. ઝડપાયેલું હુક્કાબારમાં મહિલા ભાગીદાર સાથે મળીને બે યુવક ચલાવતાં હતા. સોલા પોલીસે હુક્કાબાર ચલાવનાર બે શખસ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ૧૬ હુક્કા અને ૫૭ જેટલા બોક્ષ કબ્જે કર્યા હતા.