બોગસ લગ્ન કરાવનારી ટોળકી ઝડપાઈ

ભરૂચ : તાજેતરમાં મલેશિયા ખાતેથી એક પાકિસ્તાની શખ્સે દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાયેલી યુવતીને બચાવતાં રાજ્ય વ્યાપી બોગસ લગ્ન કૌભાંડનો પર્દાફાસ થયો હતો. ભરૂચ શહેરની એક તલાક સુદા મહિલાનું એક મહિલાનું શોષણ કરનાર વાહિદા અને ફિરોઝની ગેંગના રેકેટનો ભાંડો ફૂટી ગયો હતો. ભરૂચની તલાકસુદા મહિલાની મજબુરીનો લાભ લઈ આ ગેંગ તેના ગુજરાતભરના વિવિધ વિસ્તારોના ર૩ જેટલા પુરૂષો સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્ન અથવા સગાઈ કરાવી પુરૂષ પાસેથી મોટી રકમ વસુલ કરવામાં આવતી હતી. ત્યારબાદ થોડા દિવસ સુધી યુવતીને પત્ની તરીકે સાથે રહેવા દઈ પરત ભગાડી લેવામાં આવતી હતી. બે લગ્ન જીવનમાં નિષ્ફળતા મળતા આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલા વાહિદા નામની ઠગના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ વાહિદા અને તેના સાગરીતોએ યુવતીની મજબુરીનો લાભ લઈ તેને લગ્ન અને સગાઈના નામે વેચવાનો ગોરખબંધો શરૂ કર્યો હતો. કચ્છ ઉપરાંત પ્રાંતિજ, બાવળા, તળાજા, પાવાગઢ ઉપરાંત અમદાવાદ, સુરત, અંકલેશ્વર વગેરે વિસ્તારમાં યુવતીના લગ્ન કરાવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાહિદા અને તેની ગેંગ આ યુવતીના ર૩ વખત લગ્ન કરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ ર૦૧૭માં તેને મલેશિયા લઈ જઈ દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાની કોશિષ કરી હતી. પોલીસે ગેંગના અન્ય શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.