બે બેઠકનું વિલીની કરણ શું ફરી બનશે માંડવીમાં ભાજપ માટે હુકમનો એક્કો ?

મતદારોને પંજા તરફ આકર્ષવા માંડવી-મુન્દ્રામાં વર્ચસ્વ ધરાવતા ઉમેદવારોને જ ટીકીટ ફાળવાય તે અત્યંત જરૂરી

મુન્દ્રા બેઠક પર ૧૯૯૦ થી ર૦૦૭ સુધી સતત પ ટર્મ હતો ભાજપનો કબ્જા : ર૦૦૭ થી માંડવી બેઠક પર પણ ખીલી રહ્યું છે કમળ : ભાજપના ગઢ સમાન આ બન્ને વિસ્તારનો એક જ બેઠકમાં સમાતા કોંગ્રેસને સફળતા મેળવવા ઘડવી પડશે ફુલપ્રુફ યોજના

 

‘પેરાસ્યુટ’ સિસ્ટમ માંડવીમાં ન અપનાવે કોંગ્રેસ : નહી તો આંતરીક વિરોધ જ પંજાને હરાવશે
માંડવી-મુંદરા તાલુકાના જ ઉમેદવારોને ટીકીટમાં અપાય પ્રાથમિકતા ઃ બારાતુ-આયાતી કે પછી ઉપરથી ઉતરીને આવી ગયેલા ઉમેદવારનો માંડવીના પંજા વર્તુળમાં છે મોટો વિરોધ
વાગડના વેચાઉ માલને માંડવીમાં ચૂંટણી લડવાના છે અભરખાં ઃ પાછલા અમુક વરસથી માંડવીમાંજ પોતાનો અડ્ડો સ્થાપી થઈ માત્ર અને માત્ર ધંધાકીય હીતો ખાતર કોઈને કોઈની પક્ષમાં ‘દવા’ કરાવી દીધાની શેખી મારે રાખવાથ ટીકીટો ન મળી જાય ઃ માંડવીમાં સ્થાનિકે વાગડના વેચાઉ માલનો જે ભીષણ આક્રોશ
ગાંધીધામ ઃ બંદરીય શહેરની ઓળખ ધરાવતી અને ઔદ્યોગીક નગરી તરીકે પ્રસ્થાપિત મુંદરાની બે તાલુકાઓની વિધાનસભા વિસ્તાર સમાવિષ્ટ માંડવી બેઠક પર મુરતીયાઓના નામોને લઈને ચર્ચાઓ તેજ બનેલી છે ત્યારે કોંગ્રેસને માટે એક લાલબત્તીરૂપ સંકેત એવો સામે આવવા પામી રહ્યો છે કે, પેરાસ્યુટ સિસ્ટમ એટલે કે ઉપરથી ઉડીને આવેલા ઉમેદવારોને આ વખતે કોંગ્રેસ ટીકીટ નહી આપે તેવુ ખુદ રાહુલ ગાંધી કહી ચૂકયા છે. પેરાસ્યુટ એટલે કે ઉપરથી ચીઠઠાલાવીને અથવા તો આયાતી અને બારાતુ કરવાનો થાય છે. તેવામાં માંડવીમાં પણ કોંગ્રેસે માંડવી અથવા મુંદરા તાલુકાના સ્થાનિકને જ તક આપવી ઘટે નહી તો જા કોઈ આયાતીને અહી મુકવામા આવશે તો પક્ષને ચૂંટણી લડતા પહેલા જ હારનો સામનો કરવો પડી શકે છે તેવી વકી સેવવામા આવી રહી છે. માંડવી-મુંદરા તાલુકાના જ ઉમેદવારોને ટીકીટમાં અપાય પ્રાથમિકતા તેવી માંગ કરાઈ છે.કહેવાય છે કે, વાગડના વેચાઉ માલને માંડવીમાં ચૂંટણી લડવાના છે અભરખાં અને પાછલા અમુક વરસથી માંડવીમાંજ પોતાનો અડ્ડો સ્થાપી થઈ માત્ર અને માત્ર ધંધાકીય હીતો ખાતર કોઈને કોઈની પક્ષમાં ‘દવા’ કરાવી દીધાની શેખી મારે રાખવાથી ટીકીટો ન મળી જાય તેવી ટકોર પણ આ શખ્સની સામે સ્થાનિકના પંજાના સક્ષમ ઉમેદવારો અને વર્ગમાંથી ઉઠવા પામી રહ્યા છે. માંડવીમાં સ્થાનિકે વાગડના વેચાઉ માલનો જે ભીષણ આક્રોશ છે તેનો ભોગ પક્ષને ન બનવુ પડે તેની તકેદારી રાખવી હિતાવહ જ બની રહેશે.

 

ભાજપના મહીલા અગ્રણી ‘વારસદાર’ને માંડવીમાં ગોઠવવાની વેતરણમાં?
પક્ષની શિસ્ત અથવા તો પ્રણાલીને અનુસારવાના  પ્રમાણમાં હરમહેશ છેલ્લી ઘડીએ પણ પોતાની વ્યકિતગત આર્થિક સહિતની સદ્વરતાના જારે જ ટીકીટ લાવતા મહીલા ધારાસભ્ય ખુદ કપાઈ રહ્યા હોવાનુ જણાતા   સક્રીય-યુવ-સંગઠનના મોભી ‘ભત્રીજા’ને માંડવી બેઠક પરથી લડાવવાની ગોઠવણમાં હોવાની ચર્ચા યેન-કેન પ્રકારેણ મહીલા  ધારાસભ્યને કચ્છના રાજકારણમાં અસ્તિત્વ જાળવવુ જ રહ્યુ..નહી તો અરબો..ખરબો..ના ધંધાકીય સામ્રાજયને રાજકીય રીતે તહેસનહેસ  કરનારાઓ તો રાહ જાઈને જ બેઠા છે..!
ગાંધીધામ ઃ માંડવી-મુંદરા બેઠક પર કોંગ્રેસને માટે તો સ્થાનિકે જ તક આપવાની હવા ચાલી રહી છે ત્યારે બીજીતરફ ભાજપમાં પણ એક નિષ્ણાંત અને રાજકીય રીતે આગવી દીર્ઘદ્ર્‌ટી ધરાવતા એક મહીલા ધારાસભ્ય પોતાના રાજકીય વારસદારને માંડવી બેઠકપરથી મેદાનમાં ઉતારવાની વેતરણમાં હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, આ વખતે શકિતસિંહ ગોહીલ અબડાસા કે માંડવીમાથી નથી ઝંપલાવાત એટલે આ બેઠક ભાજપને માટે તો સીધુ સરળ બની જવા પામી રહે તેમ છે. તો વળી આમહીલા અગ્રણીપક્ષની શિસ્ત અથવા તો પ્રણાલીને અનુસારવાના પ્રમાણમાં હરમહેશ છેલ્લી ઘડીએ પણ પોતાની વ્યકિતગત આર્થિક સહિતની સદ્વરતાના જારે જ ટીકીટ લાવતા હોવાનો તેઓને ભુતકાળ રહ્યો છે. ગત ટર્મમાં પણ તેઓને ટીકીટ મળવાની કોઈજ શકયતાઓ ન હોતી છતાએ છેલ્લી ઘડીએ પાર્લામેન્ટીબોર્ડની બેઠકના અંતીમ દીને સાંજે સાત વાગ્યે ખુદ દીલ્હી હાજર રહી અને ત્યાથી ટીકીટ મેળવી આવ્યા હતા. ત્યારે હવે મહીલા અગ્રણી હવે ખુદ કપાઈ રહ્યા હોવાનુ જણાતા સક્રીય-યુવા-સંગઠનના મોભી ‘ભત્રીજા’ને માંડવી બેઠક પરથી લડાવવાની ગોઠવણમાં હોવાની ચર્ચા થવા પામી રહી છે. ર્બીજી એક વાત એ પણ યેન-કેન પ્રકારેણ મહીલા અગ્રણીને કચ્છના રાજકારણમાં અÂસ્તત્વ જાળવવુ જ રહ્યુ..નહી તો અરબો..ખરબો..ના ધંધાકીય સામ્રાજયને રાજકીય રીતે તહેસનહેસ કરનારાઓ તો રાહ જાઈને જ બેઠા છે..! આ તો જા અને તોની ચર્ચાઓ છે નામો જાહેર થાય એટલે વાસ્તવીકતા આ બાબતેની ખુલ્લી થઈ જશે.

 

ભુજ : ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજયમાં ચુંટણીલક્ષી માહોલ રંગ પકડી રહ્યો છે. ભાજપ દ્વારા અગાઉ થી જ ૧પ૦ પ્લસ બેઠકોના લક્ષ્યાંકને હાંસિલ કરવા માટે વડાપ્રધાન, રાષ્ટ્રીય પ્રમુખ સહિત કેન્દ્રિય નેતાઓની ફોજ રાજયમાં ઉતરી રહી છે. તો સામે છેડે કોંગ્રેસ પણ સત્તા પરિવર્તનનું મુડ બનાવી લીધું હોઈ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિતના નેતાઓએ રાજ્યભરમાં ચુંટણી સભાઓ ગજાવવાનું શરૂ કરી દીધું છે. રાજયના અન્ય વિસ્તારોની તુલનાએ કચ્છમાં હજુ ચુંટણીલક્ષી માહોલ જામ્યો નથી તેમ છતાં સ્થાનિક નેતાઓ દ્વારા ચુંટણીલક્ષી રણનીતીઓ ઘડાઈ રહી છે ત્યારે ભાજપના ગઢ સમાન ગણાતા કચ્છમાં માંડવી-મુન્દ્રા બેઠકનું વિલીનીકરણ ફરી ભાજપ માટે હુકમનો એક્કો સાબીત થશે કે કેમ તે અંગેની ચર્ચાઓએ જાર પકડયું છે. ૧૯૬૭માં અસ્તિત્વમાં આવેલી મુન્દ્રા વિધાનસભા બેઠક પર પ્રથમ વિધાનસભા બેઠક પર પ્રથમ ચુંટણીમાં સ્વતંત્ર પક્ષના ઉમેદવારોનો વિજય થયો હતો. જે બાદ ૧૯૭ર થી ૧૯૮પ સુધી કોંગ્રેસના પંજાએ આ બેઠક પર મજબુતાઈ સાથે પકડ બનાવી રાખી હતી. જા કે ત્યારબાદ ફુંકાયેલા ભાજપ તરફી વાયરાના લીધે ૧૯૯૦ થી ભાજપે આ બેઠક પર મેળવેલ કબ્જા ર૦૦૭ સુધી અકબંધ રહેલ. જે બાદ સમાંકનમાં આવેલ પરીવર્તનના લીધે મુન્દ્રા બેઠક રદ થતાં સમગ્ર વિસ્તાર બેઠકમાં મળી ગયેલ. તો બેઠક પર પણ ૧૯૮પ થી ૧૯૯૮ વિધાન સભા ચુંટણી સુધી ભાજપનું પ્રભુત્વ અકબંધ રહ્યું હતું જા કે ર૦૦રમાં આ બેઠક પર મોટું અપસેટ સર્જાતા કોંગ્રેસે કબ્જા સ્થાપયો હતો પરંતુ ર૦૦૭ થી ફરી ભાજપનું કમળ ખીલ્યું હતું અને ર૦૧રની ચુંટણીમાં તો માંઠ બેઠક ભાજપના ગઢ સમાન મુન્દ્રા પંથકનો સમાવેશ થયા બાદથી આ બેઠક ભાજપના અભેદ કિલ્લા સમાન બની જવા પામી છે. ત્યારે ભાજપના ગઢમાં ગાબડા પાડવા કોંગ્રેસની ફુલપ્રુફ યોજના ઘડવી પડશે. તો મતદારોને પણ પક્ષ તરફ આકર્ષવા માંડવી-મુન્દ્રામાં વર્ચસ્વ ધરાવતા ઉમેદવારોને જ ટીકીટ ફાળવાય તે પણ કોંગ્રેસ માટે અત્યંત જરૂરી બની જવા પામ્યું છે. ર૦૧રની ચુંટણીમાં માંડવી વિધાનસભા બેઠકમાં ૧,૯૩,૭૭ર મતદારો નોંધાવેલા હતા. જે પૈકી પુરુષ ૭ર૮રર અને સ્ત્રી ૬પ૪૩૭ મતદારોએ મતદાન કર્યું છે. જાયારે આ વખતે માંડવી બેઠકમાં ૩૦પ૭૪ મતદારોનો વધારો થયો છે.