બેલાના મોટા ભાઈએ નાના ભાઈને મોરબીમાં લૂંટ્યો

૭.૬૧ લાખની મોરબીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

મોરબી : તાલુકાના પીપળી ગામ પાસે બાઈક લઈને જતા યુવાનને આંતરી આંખમાં મરચાની ભુકી છાંટી ૭.૬૧ લાખની રોકડની લૂંટ ચલાવાઈ હતી. જે કેસમાં સ્થાનિક પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં ખુદ લૂંટનો ભોગ બનનાર યુવાનના ભાઈનો સમાવેશ થાય છે.મળતી વિગતો મુજબ મૂળ રાપરના બેલા ગામનો અને હાલે પીપળીમાં રહેતો આશિષસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા નામનો ૧૯ વર્ષિય યુવાન બાઈકથી જતો હતો, ત્યારે તેને રસ્તામાં આંતરી ૭.૬૧ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવાઈ હતી. જે કેસમાં મોરબી તાલુકા પોલીસે ફરિયાદીના સગા ભાઈ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ. ર૧) અને મહાવીરસિંહ મિત્ર સહદેવસિંહ વાઘુભા વાઘેલા (ઉ.વ. ર૩)ની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો હતો. ભોગ બનનાર મની ટ્રાન્સફરના પૈસા જુદી જુદી દુકાનોમાંથી કલેકટ કરી જતો હતો, ત્યારે આ બનાવ બનવા પામ્યો છે.