બેન્કિંગ સેકટરમાં વધુ એક રિફોર્મની તૈયારી, એઆરસી માટે બનાવી પેનલ

મુંબઇઃ સરકારે સ્ટ્રેસ્ડ એકાઉન્ટ્‌સના ઝડપી સામાધાન માટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (એઆરસી) બનાવવાના પ્રયત્નો વધારી દીધા છે. આ જ ક્રમમાં ફાઇનાન્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે શુક્રવારે એક કમિટી બનાવવાની જાહેરાત કરી, જે એઆરસીની રચના માટે બ સપ્તાહની અંદર ભલામણો આપશે.
સરકારની માલિકીની બેન્કોના પ્રમુખોની સાથેની મીટિંગ પછી ગોયલે કહ્યું કે સરકાર ૨૧ પબ્લિક સેકટરની બેન્કોમાં (પીએસબી) દરેકની પાછળ મજબૂતી સાથે ઉભી છે.રિપોર્ટર્સ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે પીએનબીના નોન-એગ્ઝિક્યૂટિવ ચેરમેન સુનીલ મહેતાની આગેવાનીવાળી કમિટી સ્ટ્રેસ્ડ એકાઉન્ટ્‌સના ઝડપી સમાધાન માટે એક એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની કે એસેટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપના માટે બે સપ્તાહમાં ભલામણો મોકલશે. તેમણે કહ્યું કે મોટાભાગના સ્ટ્રેસ્ડ એસેટ્‌સની ઓળખ કરી લેવામાં આવી છે, જે એઆરસી કે એએણસી સ્ટ્રક્ચરમાં ફિટ થઇ શકે છે. બેન્ક ઝડપથી નિર્ણય લેવા અને પારદર્શી રીતે સ્ટ્રેસ્ડ એકાઉન્ટ્‌સના સમાધાનમાં મદદ માટે બહારના એક્સપટ્‌ર્સની સાથે નિરિક્ષણ સમિતિઓ પર વિચાર કરશે.